Corona effect/ સોનાના ભાવમાં ઉછાળોઃ 19 દિવસમાં 3600 રૂપિયા વધ્યા

દેશમાં એક તરફ કોરોના હાહાકાર મચાવી રહ્યું છે. ત્યારે ગત વર્ષની જેમ આ વખતે પણ સોનાની ચમક વધી રહી છે. એટલે ભાવ માં ઝડપી વધારો થઇ રહ્યો છે. એપ્રિલના 19 દિવસમાં જ સોનામાં 3500થી વધુનો વધારો થઇ ગયો. 31 એપ્રિલે સોનું પ્રતિ 10 ગ્રામ 45800 રુપિયા હતું જે આજે 3600 રુપિયા વધીને 49,400 રુપિયા થઇ […]

Business
Untitled 241 સોનાના ભાવમાં ઉછાળોઃ 19 દિવસમાં 3600 રૂપિયા વધ્યા

દેશમાં એક તરફ કોરોના હાહાકાર મચાવી રહ્યું છે. ત્યારે ગત વર્ષની જેમ આ વખતે પણ સોનાની ચમક વધી રહી છે. એટલે ભાવ માં ઝડપી વધારો થઇ રહ્યો છે. એપ્રિલના 19 દિવસમાં જ સોનામાં 3500થી વધુનો વધારો થઇ ગયો. 31 એપ્રિલે સોનું પ્રતિ 10 ગ્રામ 45800 રુપિયા હતું જે આજે 3600 રુપિયા વધીને 49,400 રુપિયા થઇ ગયું છે.

દિલ્હી માં પણ સોમવારે પ્રારંભમાં નબળી શરુઆત બાદ તેજી જોવા મળી હતી. સાંજે પ્રતિ 10 ગ્રામ 143 રુપિયા વધી 47,496 રુપિયા બંધ રહ્યું હતું. વૈશ્વિક બજારમાં ડોલર નબળુ પડતા અને કોરોનાનું સંક્રમણ વધતા સોનું મોંઘુ થઇ રહ્યું છે. એમસીએક્સમાં સોનું આ મહિનામાં 3000 રુપિયા મોંઘુ થયું. ડોમેસ્ટિકની સાથે વૈશ્વિકસ્તરે પણ સોનું મોંઘું થયું છે.

વાણીજ્ય મંત્રાલયના આંકડા મુજબ નાણાવર્ષ 2020-21માં સોનાની આયાતમાં 22.58 ટકાનો વધારો નોંધાયો. તેની સાથે 34.6 અબજ ડોલર  પહોંચી ગઇ છે. અક્ષય તૃતીયા અને લગ્નની સિઝનમાં સોનાની આયાત વધી શકે છે.

Untitled 38 સોનાના ભાવમાં ઉછાળોઃ 19 દિવસમાં 3600 રૂપિયા વધ્યા