આત્મહત્યા/ વાસાવડ દરગાહમાં ગોંડલના કોરોના પોઝિટિવ વૃદ્ધે છરીથી ગળું કાપી કરી આત્મહત્યા

કોરોના કહેર અને મોતના આંકડા થી માનવજીવન ફફડી રહ્યું છે ત્યારે શહેરના વોરાકોટડા રોડ ઉપર રહેતા વૃદ્ધે તાલુકાના વાસાવડ ગામે દરગાહની અંદર જઇ છરી વડે ગળું કાપી આત્મહત્યા કરી લેતાં તાલુકા પોલીસે દોડી જઈ તપાસના ચક્રો ગતિમાન

Gujarat
suicide old dargah3 1 વાસાવડ દરગાહમાં ગોંડલના કોરોના પોઝિટિવ વૃદ્ધે છરીથી ગળું કાપી કરી આત્મહત્યા

વિશ્વાસ ભોજાણી, ગોંડલ@ મંતવ્ય ન્યૂઝ

ઘરેથી કોઈને કહ્યા વગર છરી સાથે નીકળી ગયા હતા 

કોરોના કહેર અને મોતના આંકડા થી માનવજીવન ફફડી રહ્યું છે ત્યારે શહેરના વોરાકોટડા રોડ ઉપર રહેતા વૃદ્ધે તાલુકાના વાસાવડ ગામે દરગાહની અંદર જઇ છરી વડે ગળું કાપી આત્મહત્યા કરી લેતાં તાલુકા પોલીસે દોડી જઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના વાસાવડ ગામે આવેલ હઝરત સૈયદ હા નુ દિન દરગાહમાં ગળુ કપાયેલી હાલતમાં લોહીથી લથબથ લાશ પડી હોવાની તાલુકા પોલીસને જાણ થતા પીએસઆઇ એમ જે પરમાર સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

duicide dargah4 1 વાસાવડ દરગાહમાં ગોંડલના કોરોના પોઝિટિવ વૃદ્ધે છરીથી ગળું કાપી કરી આત્મહત્યા

 

પ્રથમ વૃદ્ધ ની ઓળખ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા દરમિયાન માલુમ પડ્યું હતું કે વૃદ્ધ ગોંડલના વોરાકોટડા રોડ ઉપર રહેતા જેન્તીભાઈ બાબુભાઇ જોટંગીયા છે, પોલીસે તેમના પુત્રોનો સંપર્ક કરી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, અને તેમના પુત્રોએ પિતાની લાશની ઓળખ બતાવી છરી પણ પોતે સાથે ઘરે રાખતા હોવાનું જણાવ્યું હતું.જેન્તીભાઈ ના પુત્રોએ પોલીસને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી જેન્તીભાઈ ની તબિયત નાદુરસ્ત રહેતી હતી અને રિપોર્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવ્યા અને ઘરે ઓક્સિજન થી સારવાર ચાલી રહી હતી.

suicide dargah 5 વાસાવડ દરગાહમાં ગોંડલના કોરોના પોઝિટિવ વૃદ્ધે છરીથી ગળું કાપી કરી આત્મહત્યા

 

દરમિયાન સવારના કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા. નાના પુત્ર ફોન કરી  જણાવ્યું હતું કે હું મોવિયા ગામ પાસે છું સુરક્ષિત થોડી વારમાં ઘરે આવી જઈશ. પરંતુ ખાસો સમય સુધી ઘરે ન આવતાં પોલીસ નો ફોન આવતા ઘટનાની જાણ થઈ હતી.જેન્તીભાઈ વાસાવડ દરગાહમાં અવારનવાર દર્શને આવતા હતા અને હઝરત સૈયદ ને પોતાના ગુરૂ માનતા હતા પોતાના ઘરે ગુરુ નો ફોટો પણ રાખ્યો હતો અને પૂજાઅર્ચના પણ કરતા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…