Not Set/ વડોદરા શહેર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાથી ફફડાટ

સતત વધી રહેલા કોરોનાનાં કારણે હવે સરકારે પણ કડક નિર્ણયો લેવાની શરૂઆત કરી દીધી છે. અમદાવાદ અને સુુરત બાદ હવે વડોદરામાં પણ કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે.

Gujarat Vadodara
ગરમી 131 વડોદરા શહેર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાથી ફફડાટ
  • વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો કહેર
  • ખાનપુર ગામમાં કોરોનાનાં હાહાકારથી ફફડાટ
  • ગામમાં એક જ સપ્તાહમાં 47 કેસથી હાહાકાર
  • ગઇકાલે ગામમાં કોરોનાથી વૃદ્ધનું મોત થયું
  • ગામના પટેલ ફળીયામાં જ 35 થી વધુ કેસ
  • ગ્રા.પં. દ્વારા ખાનપુર ગામને લોકડાઉન કરાયું
  • પટેલ ફળીયામાં અવરજવર પર પ્રતિબંધ મુકાયો

સતત વધી રહેલા કોરોનાનાં કારણે હવે સરકારે પણ કડક નિર્ણયો લેવાની શરૂઆત કરી દીધી છે. અમદાવાદ અને સુુરત બાદ હવે વડોદરામાં પણ કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, વડોદરાનાં શહેરી વિસ્તાર બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો કહેર વધ્યો છે.

ગરમી 132 વડોદરા શહેર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાથી ફફડાટ

સાવધાન!: આવતીકાલથી આગામી નિર્દેશ સુધી અમદાવાદનાં બાગ-બગીચા બંધ

આપને જણાવી દઇએ કે, ગઈ કાલે મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યનાં 4 મહાનગરોમાં કર્ફ્યુનો સમય 12 વાગ્યાથી બદલીને 10 થી સવારે 6 વાગ્યા સુધીનો રાખવામા આવ્યો છે. અમદાવાદ, સુરત અને રાજકોટ બાદ વડોદરામાં પણ કોરોનાનાં આંકડાઓ ડરાવી રહ્યા છે. અહી ખાસ કરીને ખાનપુર ગામમાં કોરોનાનાં હાહાકારથી ફફડાટ જોવા મળી રહ્યો છે. ગામમાં એક ડ અઢવાડિયામાં 47 કેસો સામે આવ્યા છે. જે બાદ ગામમાં હાહાકાર મચી જવા પામ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર ગઇકાલે એટલે કે મંગળવારનાં રોજ ગામમાં કોરોનાથી એક વૃદ્ધનું મોત પણ થયુ છે. ગામનાં પટેલ ફળીયામાં જ 35 થી વધુ કેસ નોંધાયા છે. ગ્રામ પંચાયત દ્વારા ખાનપુર ગામને લોકડાઉન કરાયુ છે. સાથે પટેલ ફળીયામાં અવર-જવર પર પ્રતિબંધ મુકાયો છે.

ગરમી 133 વડોદરા શહેર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાથી ફફડાટ

અમદાવાદ: ક્રાઈમબ્રાંચે આંતરરાજ્ય વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો, રાજસ્થાનનાં વાહન ચોરને ઝડપી પાડ્યો

આપને જણાવી દઇએ કે, કોરોનાનાં કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. જે કોરોનાને લઇને કહેવાતુ હતુ કે તેના કેસ ઓછા થઇ ગયા છે તે જ કેસનાં આંકડા આજે વધુ ડરાવી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખતા આજે યોજાયેલી કોર કમિટીની બેઠકમાં રાત્રિ કર્ફ્યુ અંગે કડક નિર્ણય લેવાયો છે. હવે 4 મહાનગરો (અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ) માં રાત્રિનાં 12 ને બદલે 10 થી સવારનાં 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. આ કર્ફ્યુ આવતી 31 મી માર્ચ 2021 સુધી અમલમાં રહેશે. આ પહેલા કોરોનાનાં વધતા કેસનાં કારણે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ટી-20 સીરીઝની બાકી રહેલી મેચો દર્શકો વિના જ રમાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ