IPL 2022/ દિલ્હી કેપિટલ્સ માટે આવ્યા સારા સમાચાર, જાણો શું હશે ખાસ

IPL 2022ની શરૂઆત પહેલા પાકિસ્તાનના પ્રવાસમાં ઈજાગ્રસ્ત થયો હતો. સ્વદેશ પરત ફરવાને બદલે તેઓ પુનર્વસન માટે ભારત આવ્યા હતો. જ્યાં તે દિલ્હી કેપિટલ્સ સાથે તેની ઈજામાંથી બહાર…

Trending Sports
Good News for Delhi Capitals

શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ પહેલા દિલ્હી કેપિટલ્સ માટે સારા સમાચાર આવ્યા છે. ટીમના વર્લ્ડ ચેમ્પિયન ઓલરાઉન્ડર મિચેલ માર્શે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન માર્શ IPL 2022ની શરૂઆત પહેલા પાકિસ્તાનના પ્રવાસમાં ઈજાગ્રસ્ત થયો હતો. સ્વદેશ પરત ફરવાને બદલે તેઓ પુનર્વસન માટે ભારત આવ્યા હતો. જ્યાં તે દિલ્હી કેપિટલ્સ સાથે તેની ઈજામાંથી બહાર આવવા માટે સખત મહેનત કરી રહ્યો હતો. માર્શ પણ ઈજાના કારણે IPL ની ગત સિઝનમાંથી બહાર થઈ ગયો હતો.

અગાઉ દિલ્હી કેપિટલ્સના કોચ રિકી પોન્ટિંગે ગયા અઠવાડિયે માર્શને 10 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમવા માટે કહ્યું હતું. જોકે માર્શ આ મેચમાં ટીમનો ભાગ નહોતો. આ બાદમાં જાણવા મળ્યું કે માર્શ હજી સુધી તેની ઈજામાંથી સંપૂર્ણ રીતે બહાર આવ્યો નથી અને તે આગામી મેચોમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકશે નહીં. જોકે, નેટ્સમાં ઉતર્યા બાદ તેણે જે રીતે પ્રેક્ટિસ શરૂ કરી છે, તેનાથી દિલ્હીના ટીમ મેનેજમેન્ટે રાહતનો શ્વાસ લીધો હશે.

માર્શ છેલ્લા કેટલાક મહિનાઓથી શાનદાર ફોર્મમાં છે. તેણે ગયા વર્ષે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાને T20 વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. માર્શે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે 50 બોલમાં 77 રન બનાવ્યા હતા. તેણે 6 મેચમાં 185 રન બનાવ્યા હતા. આ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડરે T20 વર્લ્ડ કપમાં 2 અડધી સદી પણ ફટકારી હતી. તેણે લીગમાં એક સદી અને બે અડધી સદી ફટકારી હતી.

માર્શના આ જોરદાર પ્રદર્શનને જોઈને દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2022ની મેગા ઓક્શનમાં આ બેટ્સમેનને 6.50 કરોડમાં ખરીદ્યો હતો. જોકે માર્શ લીગની શરૂઆત પહેલા જ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તે દિલ્હી કેપિટલ્સની પ્રથમ 4 મેચમાં જોવા મળ્યો નથી. પરંતુ, માર્શે હવે જે રીતે નેટ્સમાં પ્રેક્ટિસ શરૂ કરી છે, તેના માટે ચોક્કસપણે આશા છે કે તે ટૂંક સમયમાં મેદાન પર પરત ફરશે.

આ પણ વાંચો: યુપીની જેમ ગુજરાતમાં પણ પીએમ મોદી લેશે ચાર્જ, દર મહિને કરશે મુલાકાત

આ પણ વાંચો: શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દેશના વડાપ્રધાનને છેતરશે : ગોપાલ ઇટાલિયા