Cricket/ ટીમ ઈન્ડિયાની જીત પર સેહવાગ ખુશ, આ ફોટો કર્યો શેર

સેહવાગે એક ટ્રકનો ફોટો શેર કર્યો છે. ફોટામાં, ભારતીય વાયુસેનાનું રફાલ લડાકુ વિમાન દેખાય છે, જેની સાથે લખ્યું છે કે – આ ન્યૂ ઇન્ડિયા છે, ઘરમાં ઘૂસીને મારે છે….

Sports
sssss 92 ટીમ ઈન્ડિયાની જીત પર સેહવાગ ખુશ, આ ફોટો કર્યો શેર

બ્રિસ્બેન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 3 વિકેટે હરાવી ઈતિહાસ રચ્યો છે. આ જીત સાથે ટીમ ઇન્ડિયાએ 4 મેચોની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પોતાના નામે કરી છે. 2-1 થી  ટેસ્ટ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ટીમ ઈન્ડિયાએ ઇતિહાસ રચ્યો છે. ટીમ ઈન્ડિયાની આ ઐતિહાસિક જીત પર પૂર્વ ઓપનર વિરેન્દ્ર સહેવાગે એક ટ્વીટ કર્યું છે, જેમાં તેણે એક તસવીર પણ શેર કરી છે.

સેહવાગે એક ટ્રકનો ફોટો શેર કર્યો છે. ફોટામાં, ભારતીય વાયુસેનાનું રફાલ લડાકુ વિમાન દેખાય છે, જેની સાથે લખ્યું છે કે – આ ન્યૂ ઇન્ડિયા છે, ઘરમાં ઘૂસીને મારે છે. ફોટો ટ્વિટ કરતી વખતે સેહવાગે બ્રિસ્બેનમાં મળી રહેલી ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક અને ફળદાયી જીત અંગે ખુશી વ્યક્ત કરતાં રિષભ પંતની પણ પ્રશંસા કરી છે. સહેવાગે ટ્વિટર પર લખ્યું, ‘ખુશીમાં પાગલ. આ નવું ભારત છે, ઘરમાં ઘૂસીને મારે છે. એડિલેડની જીતથી લઈને બ્રિસ્બેનની જીત સુધી ટીમ ઈન્ડિયાનાં આ યુવાનોએ આપણને જીવનભરની ખુશી આપી દીધી છે. આપણે વર્લ્ડ કપ જીતી ચુક્યા છીએ, પરંતુ આ જીત ખૂબ જ ખાસ છે. અને હા, પંત વધુ સ્પેશલ છે, જેનું કારણ પણ છે.”

ઉલ્લેખનીય છે કે, રિષભ પંતે ચોક્કો ફટકારી ટીમ ઈન્ડિયાને જીત અપવી હતી. મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ શાનદાર ઉજવણી કરી હતી. રિષભ પંતે જીત બાદ મેદાન પર ત્રિરંગો લહેરાવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ગ્રાઉન્ડનો ચક્કર લગાવી અને પ્રશંસકોનો આભાર માન્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ભારતની આ ઐતિહાસિક જીતમાં પંત અને શુભમન ગિલ હીરો સાબિત થયા હતા. ગિલે જ્યારે 91 રન બનાવ્યા તો વળી પંતે ઝડપી રન બનાવ્યા હતા અને ગાબા ગ્રાઉન્ડ પર ભારતને પહેલો વિજય અપાવ્યો હતો. ભારત 4 ટેસ્ટ મેચની શ્રેણી 2-1 થી જીતવામાં સફળ રહ્યું છે. પંત સિવાય પુજારાએ 56 રનની સમજણ ભરી ઇનિંગ્સ રમી છે. ગાબામાં 328 રનનાં લક્ષ્યાંકને પ્રાપ્ત કરીને ભારતે સૌથી વધુ રનનો સફળતાપૂર્વક પીછો કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. ટેસ્ટ ક્રિકેટનાં ઇતિહાસમાં ભારતનો આ ત્રીજો સૌથી મોટો રન ચેઝ વિજય છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો