Cricket/ રાજસ્થાન રોયલ્સ માટે આવી Good News, IPL પહેલા તેમના આ ખેલાડીએ ફટકારી ધમકેદાર સદી

લુઇસે 52 બોલમાં 102 રનની મદદથી સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયટ્સે કેરેબિયન પ્રીમિયર લીગમાં ત્રિનબાગો નાઇટ રાઇડર્સને આઠ વિકેટે હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બુક કરી છે.

Sports
1 204 રાજસ્થાન રોયલ્સ માટે આવી Good News, IPL પહેલા તેમના આ ખેલાડીએ ફટકારી ધમકેદાર સદી

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021 નાં ​​બીજા તબક્કા પહેલા, રાજસ્થાન રોયલ્સનાં ઇવિન લુઇસે ફોર્મમાં પરત ફરવાનો સંકેત આપ્યો છે. લુઇસે 52 બોલમાં 102 રનની મદદથી સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયટ્સે કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ) માં ત્રિનબાગો નાઇટ રાઇડર્સને આઠ વિકેટે હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બુક કરી છે. જોન રશ જેગસર (32 માં 3 વિકેટ) અને ડોમિનિક ડ્રેક્સ (33 માં 3 વિકેટ) ની સુંદર બોલિંગ સામે નાઈટ રાઈડર્સની ટીમ સાત વિકેટે 159 રન જ બનાવી શકી હતી. કોલિન મુનરોએ ટીમ માટે સૌથી વધુ 47 રન બનાવ્યા હતા જ્યારે સુનીલ નારાયણે અણનમ 33 રનની ઈનિંગ રમી હતી.

આ પણ વાંચો – Cricket / વિરાટ કોહલી Captainship માંથી આપી શકે છે રાજીનામું, આ બની શકે છે ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન

આપને જણાવી દઇએ કે, લક્ષ્યનો પીછો કરતા વેસ્ટ ઇન્ડીઝનાં બેટ્સમેન ઇવિન લુઇસે વિસ્ફોટક સદી ફટકારી હતી. CPL ની 27 મી મેચ અંતર્ગત એવિન લુઈસે ત્રિનબાગો નાઈટ રાઈડર્સ એન્ડ સેન્ટ કિટ્સ અને નેવિન પેટ્રિયોટ્સ સામેની મેચમાં અણનમ સદી ફટકારી પોતાની ટીમને શાનદાર જીત અપાવી. લુઇસે સદી ફટકાર્યા બાદ આશ્ચર્યજનક પરાક્રમ કર્યું હતું. લુઈસે સદી ફટકાર્યા બાદ તેનું બેટ ફેંકી દીધું હતું. તે પોતાની ઇનિંગની ખુશીમાં એટલો મગ્ન હતો કે તેણે બેટ છોડી દીધું હતુ. બાદમાં તેણે પોતાનું બેટ ઉચું કર્યું. પહેલા બેટિંગ કરવા આવેલા ત્રિનબાગો નાઈટ રાઈડર્સે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા. કોલિન મુનરોએ ટીમ માટે 47 રન ઉમેર્યા હતા. ઓપનર ક્રિસ ગેલ અને એવિન લુઇસે લક્ષ્યનો પીછો કરતા સેન્ટ કિટ્સ અને નેવિન પેટ્રિયટ્સ માટે જબરદસ્ત ધમાકો કર્યો હતો.

આ પણ વાંચો – Cricket / પાંચમી ટેસ્ટનું રદ થવુ ભારે પડ્યું? હવે IPL માંથી ઈંગ્લેન્ડનાં આ ખેલાડીએ પરત ખેંચ્યુ નામ

લુઇસે એક કે બે નહીં, ચાર-પાંચ નહીં પરંતુ 11 છક્કા ફટકાર્યા હતા. તેણે 4 ચોક્કા પણ ફટકાર્યા હતા. 52 બોલમાં 102 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને, લુઇસે 14.4 ઓવરમાં ટીમને વિજય અપાવ્યો હતો. લુઇસે કુલ 82 રન બાઉન્ડ્રી ફટકારીને બનાવ્યા હતા. એટલે કે, તેણે 102 માંથી માત્ર 20 રન જ દોડીને લીધા, જ્યારે 82 રન ક્રિઝ પર ઉભા રહીને બનાવ્યા હતા. ક્રિસ ગેઇલે લુઇસને ટેકો આપ્યો અને 18 બોલમાં 6 ચોક્કા અને એક છક્કા સહિત 35 રન ઉમેર્યા હતા. લુઇસની શાનદાર ઇનિંગ સામે બોલરો ખૂબ જ મોંઘા સાબિત થયા હતા. અલી ખાને 3 ઓવરમાં 54 રન આપ્યા હતા. એન્ડરસન ફિલિપે 2.4 ઓવરમાં 37 રન અને કેરોન પોલાર્ડે 1 ઓવરમાં 20 રન આપ્યા હતા.