Not Set/ સરકારે આપી ફિક્સ પગારદારોને દિવાળી ગિફ્ટ

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ફિક્સ પગારથી ફરજો બજાવતાં કર્મચારીઓના પગારમાં ઉતરોતર વધારો કરાયો છે. રાજ્યની બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ્ચ માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓ ફિક્સ પગારમાં નોંધપાત્ર વધારો કરાયો છે. જેનો લાભ ૭૦૨૨ કર્મચારીઓને થશે અને રાજ્ય સરકારને આ માટે અંદાજે વધારાનું .રૂ. ૭૪ કરોડનું વાર્ષિક ભારણ […]

Top Stories
maxresdefault 13 સરકારે આપી ફિક્સ પગારદારોને દિવાળી ગિફ્ટ

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ફિક્સ પગારથી ફરજો બજાવતાં કર્મચારીઓના પગારમાં ઉતરોતર વધારો કરાયો છે. રાજ્યની બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ્ચ માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓ ફિક્સ પગારમાં નોંધપાત્ર વધારો કરાયો છે. જેનો લાભ ૭૦૨૨ કર્મચારીઓને થશે અને રાજ્ય સરકારને આ માટે અંદાજે વધારાનું .રૂ. ૭૪ કરોડનું વાર્ષિક ભારણ થશે.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યની બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન- શૈક્ષણિક કર્મચારીઓ કર્મચારીઓ વિવિધ કેડરોના ફિક્સ પગારમાં વધારો કરાયો છે. તેમાં  માધ્યમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષણ સહાયકોને ૧૬,૫૦૦/-ને બદલે ૨૫,૦૦૦/-, વહીવટી સહાયકોને રૂ. ૧૧૫૦૦ /-ને બદલે રૂ.૧૯૯૫૦/ તથા સાથી સહાયકોને ૧૦૫૦૦/- ને બદલે રૂ.૧૬૨૨૪/-  સુધારેલો પગાર મળશે. તે જ રીતે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષણ સહાયકોને રૂ.૧૭,૦૦૦/-ને બદલે રૂ.૨૬,૦૦૦/- વહીવટી સહાયકોને રૂ.૧૧૫૦૦ / ને બદલે ૧૯૯૫૦ / તથા સાથી સહાયકોને રૂ,૧૦૫૦૦ / ને બદલે રૂ ૧૬૨૨૪/- સુધારેલો પગાર મળશે તેમ ઉમેર્યું હતું.

નીતિનભાઈ પટેલે જણાવ્યુ કે, રાજ્ય સરકાર કર્મચારીઓને સાતમાં પગાર પંચ લાભો સહિત ઉચ્ચતર પગાર ધોરણના લાભો પણ સમયસર પુરા પાડ્યા છે ત્યારે રાજ્યની ૧૧૩ ગ્રાન્ટ ઇન એઇડ આઈ.તી.આઈ.ના કર્મચારીઓને પણ ઉચ્ચતર પગાર ધોરણ આપવાનો રાજ્ય  સરકારે નિર્યણ કર્યો છે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં હાલ ૧૧૩ ગ્રાન્ટ ઇન એઇડ આઈ.તી.આઈ. કાર્યરત છે. જેને ૧૦૦% સરકારી ગ્રાન્ટ આપવામાં આવે છે. તેના શિક્ષકો અને કર્મચારીઓ ને તા.૦૧.૦૧.૨૦૧૬ ની અસરથી ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવામાં આવેલ છે. જેના લીધે રાજ્ય સરકારને વાર્ષિક રૂ.૩ કરોડનું વધારાનું ભારણ થશે.