Surat/ સુરતમાં સરકારી અનાજના કાળા બજારીનો પર્દાફાશ

સુરતમાં બની રહી છે.તેવી જ ઘટના સુરતના પુણા ઝોન વિસ્તારમાં આવેલી V123 નમ્બરની દુકાનમાં બની હતી.

Gujarat Surat
Untitled 42 3 સુરતમાં સરકારી અનાજના કાળા બજારીનો પર્દાફાશ

Surat News: સુરતના પુણા વિસ્તારમાંથી સરકારી અનાજ સગેવગે કરવાનું કારસ્તાન ઝડપાયું હતું.સુરતના પુણા વિસ્તારમાં આવેલી V123 નંબરની સસ્તા અનાજની દુકાનમાંથી અનાજની કાળા બજારી થતી હોવાની ફરિયાદને લઈ તાત્કાલિક જ પુરવઠા નિરીક્ષકે તપાસ હાથ ધરી હતી.જેમાં જથ્થો શંકાસ્પદ મળી આવતા દુકાન સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સુરત શહેરમાં ગરીબોના હક્કનું સસ્તું અનાજ સરકારી દુકાનેથી કાળાબજારી થતું હોવાની અનેક ઘટના સુરતમાં બની રહી છે.તેવી જ ઘટના સુરતના પુણા ઝોન વિસ્તારમાં આવેલી V123 નમ્બરની દુકાનમાં બની હતી.જેમાં સ્થાનિકોએ દુકાનમાં થતા અનાજના કાળા બજારીનો પર્દાફાશ કર્યો હતો.

Untitled 42 5 સુરતમાં સરકારી અનાજના કાળા બજારીનો પર્દાફાશ

સ્થાનિકો એકઠા થતા સ્થળ પર કોર્પોરેટર પણ પહોંચ્યા હતા. આ સમય દરમ્યાન પુરવઠા વિભાગ ને જાણ કરતા પુરવઠા નિરીક્ષક તાત્કાલિક દુકાન પર દોડી આવ્યા હતા. દુકાન બંધ હોવાથી દુકાનદારને ફોન કરવામાં આવ્યો હતો.જોકે તેની ચોરી પકડાઈ જતા તેમણે ફોન બંધ કરી દીધો હતો.

આથી તમામની હાજરીમાં પુરવઠા અધિકારી એ દુકાનનું તાળું તોડી દુકાનની અંદર પ્રવેશ કર્યો હતો.મહિનો પૂર્ણ થયા બાદ પણ દુકાનમાં અનાજનો જથ્થો વધુ હોવાનું સામે આવ્યું હતું.અનાજના જથ્થાની ગણતરી કરતા 144 ગુણી ઘઉં મળી આવ્યા હતા.

Untitled 42 4 સુરતમાં સરકારી અનાજના કાળા બજારીનો પર્દાફાશ

ચોખાની 37 ગુણી મળી આવી હતી.સાથેજ 4 જેટલા તેલના પાઉચ મળી આવ્યા હતા. જેનાથી સ્પષ્ટ થયું હતું કે આ અનાજ ગરીબો ને મળવા પાત્ર હતું જે આપવામાં નથી આવ્યું અને દુકાનમાં સ્ટોક કરી ગોડાઉન માં ભરી દેવામાં આવ્યું હતું.જેથી આ અનાજ બારોબાર વહેંચી દેવામાં આવે.

આ ગોડાઉનમાંથી 70 ગુણી જેટલું વધુ અનાજ પણ મળી આવ્યું હતું.જેમાં સરકારી ગુણી માંથી ખાનગી ગુણીમાં ભરવામાં આવ્યું હતું.સમગ્ર મામલે પુરવઠા નિરીક્ષકે તાત્કાલિક એક્શન લઈ દુકાન સિલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મહત્વનું છે કે અનાજ માફિયા બેફામ બન્યા  છે અને વખતો વખત આ પ્રકાર ની ઘટના સામે આવે છે. ગરીબોના હક્ક નું અનાજ બારોબાર મિલમા વહેંચી દુકાનદાર પોતાના ગજવા ભારત હોય છે.સમગ્ર માંમલે ઊંડી તપાસ થાય તો ઘણી માહિતી બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.


આ પણ વાંચો:દાંતના ડોક્ટર કે દાનવ? ચોટીલામાં પાંચ વર્ષના બાળકની ટ્રીટમેન્ટ સમયે કરી આવી મોટી ભૂલ

આ પણ વાંચો:બળજબરીથી ભગાડી જઈ યુવકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પીડિતાએ ગટગટાવ્યું એસિડ

આ પણ વાંચો:પત્નીની સારવારના નામે જામીન મેળવી ફરાર ડ્રગ્સ માફિયા ઝડપાયો

આ પણ વાંચો:જાણો ગાંધીધામ પોલીસે પકડેલા 800 કરોડના કોકેન મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું