Not Set/ સરકાર પાસે પૈસા નથી એટલે જ એર ઈન્ડિયા વેચવા કાઠી છે : કપિલ સિબ્બલ

સરકારી વિમાન કંપની એર ઇન્ડિયાનો 100 ટકા હિસ્સો વેચવાના અહેવાલો વચ્ચે કોંગ્રેસનાં નેતા કપિલ સિબ્બલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે આ મામલે સરકાર પર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે, જ્યારે સરકાર પાસે પૈસા ન હોય ત્યારે જ તે આવું કરી શકે છે. તેમણે અર્થવ્યવસ્થા અને મનરેગાનાં બાકી લેણાં માટે પણ સરકારની ટીકા કરી […]

Top Stories India
kapil sibal સરકાર પાસે પૈસા નથી એટલે જ એર ઈન્ડિયા વેચવા કાઠી છે : કપિલ સિબ્બલ

સરકારી વિમાન કંપની એર ઇન્ડિયાનો 100 ટકા હિસ્સો વેચવાના અહેવાલો વચ્ચે કોંગ્રેસનાં નેતા કપિલ સિબ્બલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે આ મામલે સરકાર પર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે, જ્યારે સરકાર પાસે પૈસા ન હોય ત્યારે જ તે આવું કરી શકે છે. તેમણે અર્થવ્યવસ્થા અને મનરેગાનાં બાકી લેણાં માટે પણ સરકારની ટીકા કરી છે.

કપિલ સિબ્બલે કહ્યું, ‘જ્યારે સરકાર પાસે પૈસા નથી, ત્યારે તે આવું કરે છે. ભારત સરકાર પાસે નાણાં નથી, વૃદ્ધિ 5 % કરતા ઓછી છે અને મનરેગામાં લાખો રૂપિયા ચૂકવાયા નથી. આ આવુ જ કરશે, આપણી પાસેની બધી કિંમતી સંપત્તિ વેચી દેશે.’ જણાવી દઇએ કે સરકારે એર ઈન્ડિયામાં 100 ટકા હિસ્સો વેચવા માટે બિડ મંગાવ્યા છે. તેની છેલ્લી તારીખ 17 માર્ચ 2020 છે.

આ સાથે, સબ્સિડાયર કંપની એર ઇન્ડિયા એક્સપ્રેસ અને એરપોર્ટ સર્વિસ કંપની AISATS માં હિસ્સો વેચવા સરકારે બિડને આમંત્રણ આપ્યું છે. એર ઈન્ડિયાનાં ખાનગીકરણ માટે 7 જાન્યુઆરીનાં રોજ ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બનેલા એક મંત્રી સમૂહને ખાનગીકરણથી જોડાયેલા પ્રસ્તાનોને મંજૂરી આપી હતી. ગયા વર્ષે 76 ટકા શેર વેચવા માટે બિડ મંગાવવામાં આવી હતી. પરંતુ કોઈ ખરીદદાર મળ્યો નહતો. આવી સ્થિતિમાં સરકારે 100 ટકા હિસ્સો વેચવાનો નિર્ણય લીધો છે.

એર ઇન્ડિયા લાંબા સમયથી ખોટમાં ચાલી રહી છે. તેમાં 2018-19માં 8,556.35 કરોડ રૂપિયાનું નુકસાન (પ્રોવિઝનલ) થયું છે. એરલાઇન્સનું 50,000 કરોડ રૂપિયાથી વધુનું દેવું છે. આ જ કારણ છે કે સરકાર એર ઈન્ડિયાને વેચવા માંગે છે. માર્ચ સુધીમાં વેચાણ પ્રક્રિયા પૂર્ણ કરવાની યોજના છે. સરકારે સંસદનાં શિયાળુ સત્ર દરમિયાન એમ પણ કહ્યું હતું કે, કટોકટીમાંથી પસાર થઈ રહેલી એર ઈન્ડિયાને જો કોઈ નવો ખરીદાર ન મળે તો તેને બંધ કરવી પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી mnregaમોબાઇલ એપ્લિકેશન.