smoking/ સરકાર દેશમાં ધૂમ્રપાનની વય મર્યાદામાં કરી શકે છે વધારો, નિયમનું ઉલ્લંઘન કરવા પર…

ભારત સરકાર દેશમાં ધૂમ્રપાનની વય મર્યાદામાં કરી શકે છે વધારો!!

Top Stories India
modi 11 સરકાર દેશમાં ધૂમ્રપાનની વય મર્યાદામાં કરી શકે છે વધારો, નિયમનું ઉલ્લંઘન કરવા પર...

કેન્દ્ર સરકાર ધૂમ્રપાન અને અન્ય તમાકુ ઉત્પાદોને લગતા નિયમોને કડક કરવાની તૈયારી કરી રહી છે. સિગારેટ તેમજ અન્ય તમાકુ ઉત્પાદનોની ખરીદી તેમજ ઉપભોગ કરવાની ઉંમરમાં વધારો થવાની વિચારણા થઇ રહી છે.

અત્યારે આ ઉંમર 18 વર્ષ છે, જે હવે 21 વર્ષ થઈ શકે છે. આ સિવાય જાહેર સ્થળો ઉપર ધૂમ્રપાન કરવા બદલ દંડની રકમમાં પણ વધારો થઇ શકે છે. તો રેસ્ટોરન્ટ અને એરપોર્ટ ઉપર જે સ્મોકિંગ રૂમ હોય છે તેને પણ બંધ કરવામાં આવે તેવી શક્યતા છે. આ તમામ સુધારાનો કેન્દ્ર સરકાર દ્વારા એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

સરકાર દ્વારા સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદન (જાહેરાત અને વેપાર, ઉત્પાદન, વિતરણ) સંશોધન અધિનિયમ 2020નો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં મુખ્ય સંશોધન મુજબ ધારા 6(એ) પ્રમાણે ધૂમ્રપાન કરવાની કાયદાકીય ઉંમર 21 વર્ષ કરવામાં આવશે. સંશોધન પ્રમાણે જો કોઈ વ્યક્તિની ઉંમર 21 વર્ષ કરતા ઓછી છે. તેમજ શૈક્ષણિક સંસ્થાના 100 મીટરના પરિસરમાં તમાકુ ઉત્પાદનોનું વેચાણ થઇ શકશે નહીં. સરકાર સિગારેટના ધૂમ્રપાનની લઘુત્તમ વય 18 થી વધારીને 21 વર્ષ કરશે

આ નિયમનું ઉલ્લંઘન કરવાથી બે વર્ષ કેદની સજા અથવા એક લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે, મહત્તમ સજા પાંચ વર્ષની જેલ અથવા પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ બિલમાં ગેરકાયદેસર સિગારેટ અને તમાકુ પેદાશોના ઉત્પાદન અને વેચાણમાં ઘટાડો કરવાની પણ જોગવાઈ છે.

હમણાં સુધી, જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરવા બદલ 200 રૂપિયા દંડ હતો, જેને વધારીને 2000 રૂપિયા કરી શકાય છે. ગેરકાયદેસર ઉત્પાદનોના વેચાણમાં 1 વર્ષની કેદ અને 50,000 રૂપિયાનો દંડ અને 2 વર્ષનો દંડ અને 1 લાખ રૂપિયા દંડ થશે. ગેરકાયદેસર સિગારેટ બનાવવા પર 2 વર્ષની કેદ અને 1 લાખ રૂપિયાનો દંડની જોગવાઈ કરવામાં આવી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…