કાર્યવાહી/ લઠ્ઠાકાંડ મામલે સરકાર એકશનમાં,બોટાદ અને અમદાવાદ ગ્રામ્ય SPની બદલીના આદેશ,6 પોલીસકર્મીઓ પણ સસ્પેન્ડ

બોટાદમા એસપી કરણરાજ વાઘેલાની બદલી કરી દેવાંમાં આવી  છે,આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય એસપી વિરેન્દ્રસિંહ યાદની પણ બદલી કરી દેવામાં આવી છે. 

Top Stories Gujarat
8 25 લઠ્ઠાકાંડ મામલે સરકાર એકશનમાં,બોટાદ અને અમદાવાદ ગ્રામ્ય SPની બદલીના આદેશ,6 પોલીસકર્મીઓ પણ સસ્પેન્ડ

લઠ્ઠાંકાડને લઇ મોટી કાર્યવાહી
બોટાદ એસપી કરણરાજ વાઘેલાની બદલી
અમદાવાદ ગ્રામ્ય એસપી વિરેન્દ્રસિંહ યાદવની પણ બદલી

બોટાદમાં ઝેરી કેમિકલવાળું દેશી દારૂ પીવાથી અત્યાર સુધી 55 લોકોના મોત થયા છે. અને હજીપણ ઘણા બધા લોકો ગંભીર છે, જેના લીધે સરકાર હરકતમાં આવી છે અને સત્વરે એકશન લઇને 6 પોલીસને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. બોટાદમા એસપી કરણરાજ વાઘેલાની બદલી કરી દેવાંમાં આવી  છે,આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય એસપી વિરેન્દ્રસિંહ યાદની પણ બદલી કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં  ફરી એકવાર લઠ્ઠાકાંડ સર્જોયો છે,બોટાદના રોજિદ ગામમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધી 55 લોકોના મોત થઇ ગયા છે, અને 100થી વધુ લોકોની હાલત નાજુક છે અને જુદી જુદી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હજુપણ મૃત્યુઆંક વધી શકે છે.રાજ્યાના DGPએ પ્રેસ કોન્ફરન્સમાં મોટો ખુલાસો  કર્યો હતો કે પાણીમાં કેમિકલ આપીને દારૂ વેચવામાં આવ્યું છે,આ એક કેમિકલકાંડ છે.હાલ પોલીસ એકશનમાં આવી છે રાજ્યમાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડવામાં આવી રહ્યા છે, રાજકોટ,સુરત,વડોદરા સહિત અનેક શહેરોમાં બૂટલેગરો સામે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે.