Not Set/ સરકાર દ્વારા મુસાફરોને ભવ્ય ભેટ : રેલવેનાં ઈતિહાસમાં સૌથી મોટું પરિવર્તન : દેશમાં સૌ પ્રથમવાર ખાનગી ટ્રેન ‘તેજસ’ થશે શરૂ

દિલ્હી-લખનઉ અને અમદાવાદ-મુંબઈ વચ્ચે નવેમ્બર-ડિસેમ્બર માસથી અદ્યતન ખાનગી ટ્રેન તેજસને લીલી ઝંડી : ભારતની પ્રથમ ખાનગી ટ્રેનમાં વીઆઈપી ક્વોટાની જોગવાઈ નહીં હોય ખાનગી ટ્રેનનાં ભાડામાં કોઈ છૂટ નહીં મળે પરંતુ એક કલાક વિલંબ થયો તો સંપૂર્ણ પૈસા પરત મળશે : મુસાફરી કરનારા મુસાફરોને ૨૫ લાખ રૂપિયાનો ટ્રેન જર્ની ઈન્શ્યોરન્સ ફ્રીમાં મળશે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને […]

Top Stories
pjimage 26 સરકાર દ્વારા મુસાફરોને ભવ્ય ભેટ : રેલવેનાં ઈતિહાસમાં સૌથી મોટું પરિવર્તન : દેશમાં સૌ પ્રથમવાર ખાનગી ટ્રેન 'તેજસ' થશે શરૂ

દિલ્હી-લખનઉ અને અમદાવાદ-મુંબઈ વચ્ચે નવેમ્બર-ડિસેમ્બર માસથી અદ્યતન ખાનગી ટ્રેન તેજસને લીલી ઝંડી : ભારતની પ્રથમ ખાનગી ટ્રેનમાં વીઆઈપી ક્વોટાની જોગવાઈ નહીં હોય

ખાનગી ટ્રેનનાં ભાડામાં કોઈ છૂટ નહીં મળે પરંતુ એક કલાક વિલંબ થયો તો સંપૂર્ણ પૈસા પરત મળશે : મુસાફરી કરનારા મુસાફરોને ૨૫ લાખ રૂપિયાનો ટ્રેન જર્ની ઈન્શ્યોરન્સ ફ્રીમાં મળશે

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા દિલ્હી-લખનઉ અને અમદાવાદ-મુંબઈ વચ્ચે નવેમ્બર-ડિસેમ્બર માસથી અદ્યતન ખાનગી ટ્રેન તેજસ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ભારતીય રેલવેનાં ૧૬૬ વર્ષનાં ઈતિહાસમાં ક્રાંતિકારી પહેલ કરતા પહેલી વખત ભારતનાં રેલવે ટ્રેક પર ખાનગી ટ્રેન પૂરપાટ દોડશે. ભારતની પ્રથમ ખાનગી ટ્રેન દિલ્હી-લખનઉ અને અમદાવાદ-મુંબઈ વચ્ચે નવેમ્બર-ડિસેમ્બર માસથી શરૂ થશે. કેન્દ્ર સરકારે આ ટ્રેન IRCTCને ભાડે આપી છે. ભારતીય રેલવે દ્વારા ૧૦૦ દિવસનાં એક્શન પ્લાન હેઠળ ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) બે તેજસ એક્સપ્રેસ ટ્રેન ભારતમાં દોડાવશે.

tejash.jpg2 સરકાર દ્વારા મુસાફરોને ભવ્ય ભેટ : રેલવેનાં ઈતિહાસમાં સૌથી મોટું પરિવર્તન : દેશમાં સૌ પ્રથમવાર ખાનગી ટ્રેન 'તેજસ' થશે શરૂ

આ ખાનગી ટ્રેનની ખાસિયત છે કે, તેજસ ટ્રેનમાં તત્કાલ ક્વોટા અને પ્રીમિયમ તત્કાલ ક્વોટા હેઠળ ટિકિટનું વેચાણ કરવામાં આવશે નહીં. આ ટ્રેનમાં માત્ર જનરલ ક્વોટા જ હશે તેમજ તેજસ એક્સપ્રેસમાં મુસાફરી કરનારા મુસાફરોને ૨૫ લાખ રૂપિયાનો ટ્રેન જર્ની ઈન્શ્યોરન્સ ફ્રીમાં ઉપલબ્ધ કરાવશે. અને સૌથી મોટી અને ખાસ વાત એ કે, IRCTCની મદદથી દોડનારી દેશની પ્રથમ ખાનગી ટ્રેનમાં વીઆઈપી ક્વોટાની જોગવાઈ નહીં હોય. તેજસ પહેલી ટ્રેન હશે જેમાં RAC (રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન) ટિકિટ આપવામાં નહીં આવે.

tejash e1569663695736 સરકાર દ્વારા મુસાફરોને ભવ્ય ભેટ : રેલવેનાં ઈતિહાસમાં સૌથી મોટું પરિવર્તન : દેશમાં સૌ પ્રથમવાર ખાનગી ટ્રેન 'તેજસ' થશે શરૂ

દિલ્હી-લખનઉ અને અમદાવાદ-મુંબઈ વચ્ચે નવેમ્બર-ડિસેમ્બર માસથી દોડનારી અદ્યતન ખાનગી ટ્રેન તેજસને લીલી ઝંડી મળી ચૂકી છે. આ બન્ને પ્રીમિયમ ટ્રેન પ્રાયોગિક ધોરણે ૩ વર્ષ સુધી ચલાવવા માટે આપવામાં આવશે. ત્રણ વર્ષ બાદ અધિકારીઓ તેની સમીક્ષા કરી જરૂર જણાશે તો કોન્ટ્રાક્ટ આગળ વધારશે. આ ટ્રેનનું ભાડું ફ્લેક્સી ફેર સિસ્ટમથી વસૂલ કરવામાં આવશે. જ્યારે ટ્રેનમાં કોઈ પણ પ્રકારના કન્સેશન તથા ડ્યૂટી પાસને મંજૂરી આપવામાં નહીં આવે. એજ રીતે ટ્રેનમાં રેલવેના ટીટીઈ ટિકિટ ચેકિંગ પણ કરશે નહીં. તેજસ ટ્રેનમાં મુસાફરોને તપાસવા માટે સ્ટેશન પર ચેક ઈન કાઉન્ટર્સ બનાવવામાં આવશે. એક્ઝિક્યૂટિવ ક્લાસ પેસેન્જર્સને સ્ટેશન પર નજીવી ફીમાં લોન્જ ફેસેલિટી પણ મળશે. મુસાફરો અને તેમના સમાનને તેડી-મૂકી જવાની વધારાની સુવિધા આપવામાં આવશે. એરપોર્ટ પર હોય તેવી જ લોન્જ ફેસેલિટી તેજસ ટ્રેનનાં રેલવે સ્ટેશન પર મળશે. મીટિંગ કરી શકાય તેવી સુવિધાઓ પણ મળશે. તેજસ ટ્રેનની એક વિશિષ્ટ વાત એ પણ છે કે, જો ટ્રેન એક કલાકથી વધુ મોડી થાય તો મુસાફરોને મુસાફરી ભાડાનું સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે. ખાનગી ટ્રેનની આ પ્રકારની સુવિધાઓ, નિયમોથી ભારતીય રેલવેની કાયાપલટ જ થઈ જશે.

૨૦૦ કિ.મી પ્રતિ કલાકની ઝડપથી દોડનારી તેજસ ટ્રેન..

  • આખી ટ્રેન સાઉન્ડ પ્રુફ છે, ટ્રેનનાં ગેટ ઓટોમેટિક છે
  • વાઈ-ફાઈસ સીટની પાછળ ટચ સ્ક્રીન એલઈડી, સ્મોક ડિટેક્ટર, સીસીટીવી નાખવામાં આવ્યા છે
  • વિઝન વિન્ડો કદમાં મોટો હશે. જેનાથી બહારનું દ્રશ્ય સરસ જોઈ શકાશે, તડકાનાં રક્ષણ માટે પડદા પાવરથી ચાલશે
  • ટ્રેનમાં બાયો વેક્યુમ ટોયલેટ, હેન્ડ ડ્રાયરની સુવિધા ઉપલબ્ધ કરાવામાં આવી છે
  • એક્ઝયુકેટિવ કલાસમાં વધુ આરામ કરવા માટે સીટની પાછળ માથુ મુકવા માટે હેડરેસ્ટ, પગ માટે ફુટરેસ્ટ આપવામાં આવ્યુ છે. જેથી યાત્રી સુતા સુતા જઈ શકે છે. ઉંઘવા માટે અત્યંત સુવિધાજનક સીટ તૈયાર કરવામાં આવી છે
  • સ્ટેશનો માટે સૂચના માઈક ઉપરાંત એલઈડી સ્ક્રીન પર જોવા મળશે
  • સીટ અને કોચનાં છતનું નિર્માણ નારંગી અને પીળા રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ખાનગી ટ્રેન તેજસનું લઘુત્તમ ભાડું આ જ રૂટ પર ચાલતી અન્ય એક્સપ્રેસ ટ્રેન જેટલું જ હશે. એટલે આ ખાનગી ટ્રેનમાં આમ આદમી પણ મુસાફરી કશે શકશે. આવક વધારવા માટે ટ્રેનમાં અંદર અને બહાર જાહેરાતો લગાવવામાં આવશે. તેજસ ટ્રેનોમાં SLRની જગ્યા હશે, જેમાં બુક થયેલ સામાન લઈ જવામાં કે લાવવામાં આવશે. તેજસ ટ્રેન એક વર્ષમાં માત્ર ૧૨ કોચ સાથે દોડશે. જોકે તેમાં કોચ વધુ લંબાવી શકાય છે. ટ્રેનનાં દરેક કોચમાં બે શૌચાલયો હશે. IRCTC દ્વારા પાછળ થોડી ખાલી જગ્યા અને વધુ સારા ફૂડ સર્વિસ મેનેજમેન્ટ માટે નવી પેન્ટ્રી કારની યોજના છે. તેજસ એક્સપ્રેસનાં ડ્રાઈવર, ગાર્ડ્સ અને RPFનાં કર્મચારીઓ ભારતીય રેલવે દ્વારા પૂરા પાડવામાં આવશે. ટિકિટિંગ સ્ટાફ, સફાઈકર્મીઓ તેમજ ટ્રેનનો કેટરિંગ સ્ટાફ IRCTCના હેઠળમાં આવશે. તેજસ ટ્રેન ચલાવવાની જવાબદારી હવે IRCTCની છે. તે કામગીરીની તૈયારી કરી રહી છે. આ માટે તે રેલવેને ભાડું ચૂકવશે.

tejash.jpg1 સરકાર દ્વારા મુસાફરોને ભવ્ય ભેટ : રેલવેનાં ઈતિહાસમાં સૌથી મોટું પરિવર્તન : દેશમાં સૌ પ્રથમવાર ખાનગી ટ્રેન 'તેજસ' થશે શરૂ

ઉલ્લેખનીય છે કે દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસને હોલેજ કોન્સેપ્ટ પર દોડાવવામાં આવશે. એક ટ્રેન કે કોચને એક સ્ટેશનેથી બીજા સ્ટેશન સુધી પહોંચાડવાનો જે ખર્ચ થાય છે તેને હોલેજ ખર્ચ કહેવામાં આવે છે. રેલવે જેને પણ ટ્રેન દોડાવવા માટે આપશે તેની પાસેથી હોલેજ ખર્ચ અને તેની ઉપર થોડોક નફો ગણી ચોક્કસ રૂપિયા લેશે. જ્યારે ટ્રેન ચલાવવામાં નફો કે નુકસાન થાય એ કોન્ટ્રાક્ટરની જવાબદારી રહેશે. પણ હા, એટલું નિશ્ચિત છે કે, આ ખાનગી ટ્રેન મુસાફરોને ચોક્કસ ફાયદો કરાવશે. આફ્ટર ઓફ આ ટ્રેન નરેન્દ્રભાઈ મોદીનાં વિઝન-મિશનથી શરૂ થઈ રહી છે અને વિજયભાઈ રૂપાણી પણ તેમાં અંગત રસ દાખવી રહ્યાં છે.

tejash.jpg4 સરકાર દ્વારા મુસાફરોને ભવ્ય ભેટ : રેલવેનાં ઈતિહાસમાં સૌથી મોટું પરિવર્તન : દેશમાં સૌ પ્રથમવાર ખાનગી ટ્રેન 'તેજસ' થશે શરૂ

ભારતીય રેલવેનાં ઈતિહાસમાં પ્રથમવાર ખાનગી ટ્રેન દિલ્હી અને ગુજરાતથી શરૂ કરવામાં આવશે જે લખનઉ અને મુંબઈ સુધી જશે. ભારતીય રેલવેનાં ઈતિહાસમાં આ પ્રથમ મોટું પરિવર્તન ગણવામાં આવશે, જે નોંધનીય બની રહે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મુસાફરોને આંતરાષ્ટ્રીય કક્ષાની મુસાફરલક્ષી સુવિધાઓ પુરી પાડવાના અને મુસાફરી સમયમાં મહત્તમ ઘટાડો કરવાના બેવડા ઉદ્દેશને સર કરવા માટે સૌ પ્રથમવાર ખાનગી ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે.

માત્ર ગુજરાતથી મહારાષ્ટ્ર જનારી તેજસ ખાનગી ટ્રેનની વાત કરવામાં આવે તો તેજસ એક્સપ્રેસ અઠવાડિયામાં ૬ દિવસ સુધી દોડશે. તેના ટાઈમટેબલ પ્રમાણે ટ્રેન અમદાવાદથી સવારે ૬.૪૦ વાગ્યે ઉપડશે અને બપોરે ૧.૧૦ વાગે મુંબઈ પહોંચશે. જ્યારે મુંબઈથી બપોરે ૩.૪૦ વાગે ઉપડશે અને અમદાવાદ ૯.૫૫ વાગ્યે પહોંચશે. આ ટ્રેન અમદાવાદ-મુંબઈ વચ્ચે ફક્ત વડોદરા અને સુરત રેલવે સ્ટેશન પર જ રોકાશે. દુરન્તો અને શતાબ્દિ એક્સપ્રેસ બાદ તેજસ ટ્રેન સૌથી ઓછો મુસાફરી સમય લેનારી ટ્રેન હશે. મેલ-એક્સપ્રેસ ટ્રેન ૮થી ૯ કલાકનો સમય લેતી હોય છે. જ્યારે તેજસ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચેની મુસાફરી ૬:૩૦થી ૭ કલાકમાં પૂર્ણ કરી આપશે. આમ, અન્ય ટ્રેન કરતા તેજસ ટ્રેનમાં દોઢથી અઢી કલાકનાં સમયની મુસાફરોને બચત થશે. અંતમાં એક અગત્ય-મહત્વનની વાત.. હાલ તેજસ ટ્રેન અમદાવાદ આવી પહુંચી ગઈ છે. દિવાળી બાદ ભારતનાં રેલવે ટ્રેક પર ખાનગી ટ્રેન તેજસ દોડવાનું શરૂ કરી ઈતિહાસ સર્જશે.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
  • Mantavya News” એપ્લિકેશન. Click 👇 👇
  • https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.