ગુજરાત/ રાજયમાં 10,879 ગ્રામપંચાયતની ચૂંટણી જાહેર, આ તારીખે યોજાશે મતદાન

ગ્રામ પંચાયત ગ્રામ્ય સ્તરે આવેલ વહીવટી સંસ્થા છે, જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું ગ્રામ્ય કક્ષાનું સ્તર છે.

Top Stories Gujarat
Untitled 290 11 રાજયમાં 10,879 ગ્રામપંચાયતની ચૂંટણી જાહેર, આ તારીખે યોજાશે મતદાન

રાજયમાં  નજીકના જ સમયમાં 10,879 ગ્રામ પંચાયતોની ચૂંટણી  થવાની  છે  ત્યારે  તે  ચૂંટણી રાજ્ય પંચ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.  ગ્રામ પંચાયતની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાશે જયારે 21મી ડિસેમ્બરે મત ગણતરી થશે. ચૂંટણીનો સમય સવારે 7 થી સુધી સાંજે 6 વાગ્યા સુધી રહેશે. મહત્વની વાત એ છે કે, આ ચૂંટણીમાં ઇવીએમ નહીં પણ બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સહિતની ચૂંટણીલક્ષી તમામ કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ પછી ઉમેદવારીપત્રો ભરી શકાશે એવી માહિતી સામે આવી છે. તેમજ 21 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. અને જો  હજુ પણ પુનઃ મતદાનની જરૂર હશે 20 ડિસેમ્બર યોજી શકશે .આ વખતે ચૂંટણીમાં નોટાનો અધિકાર મળશે. જેથી  મતદારો  કોઈ પાર્ટીને મત આપવા  ઇછ્તાં ના હોય તો  નોટા બટન દબાવી શકશે .

આ ચૂંટણી માટે 29 નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થશે અને 4 ડિસેમ્બર ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ રહેશે. આ ચૂંટણીમાં કુલ 2 કરોડ 6 લાખ 53 હજાર મતદારો છે. જેમાં 1 કરોડ 6 લાખ 46 હજાર પુરૂષો અને અને 1 કરોડ 6850 મહિલા મતદારનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો ;કૃષિ આંદોલન / ઓવૈસી અને ભાજપ વચ્ચે છે કાકા-ભત્રીજાનો સંબંધ : રાકેશ ટિકૈત

મહત્વનુ છે કે, ગ્રામ પંચાયત ગ્રામ્ય સ્તરે આવેલ વહીવટી સંસ્થા છે, જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું ગ્રામ્ય કક્ષાનું સ્તર છે. જેમાં તલાટી-કમ-મંત્રી, ગ્રામસેવક, સરપંચ અને અન્ય ગ્રામ પચાંયતના સભ્યની બેઠક યોજવામાં આવે છે. ગ્રામ્ય કક્ષાના વિકાસને લગતા કાર્યો અહીંથી કરવામાં આવે છે.

આ પણ વાંચો ;પરમ વિશિષ્ટ મેડલથી સન્માન / વડોદરાના લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્ત્રીને રાષ્ટ્રપતિ દ્વારા વિશિષ્ટ પરમ મેડલ એનાયત

ગ્રામ્ય કક્ષાના પ્રશ્નોના ઉકેલ, ગ્રામ્ય કક્ષાએ વહીવટી માળખું તથા વિકાસની જવાબદારી ગ્રામ પંચાયતની હોય છે. આ ઉપરાંત વિવિધ પ્રકારની યોજનાઓના લાભો ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત મારફત આપવામાં આવે છે. જેવી કે, સંપૂર્ણ ગ્રામીણ સ્વરોજગાર યોજના, ખાસ રોજગાર યોજના, ઇન્દિરા આવાસ યોજના, ગ્રામીણ સ્વચ્છતા યોજના, ગોકુળ ગ્રામ યોજના, સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના વગેરે. ગ્રામ પંચાયતમાં અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન ગ્રામસભા યોજવામાં આવે છે, જેમાં ગામને લગતાં પ્રશ્નોનો તાત્કાલિક અમલ કરવા ચર્ચા કરવામાં આવે છે.

વિપક્ષી પક્ષો મુંજવણમાં 

ગ્રામપંચાયતોની  ચૂંટણી માટે ભાજપ સરકાર અને સંગઠને તૈયારી શરૂ કરી દીધી છે પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હજુ સંગઠનની રચનામાં અટવાયેલી હોય તેવું જોવા માટે મળી રહ્યું છે. ગુજરાતના ગ્રાસ રૂટ લેવલની ગ્રામપંચાયતની ચૂંટણી લિટમસ ટેસ્ટ પુરવાર થઈ શકે છે. કોંગ્રેસમાં તો હજુ પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના વિરોધપક્ષના નેતા પણ જાહેર કરવામાં આવ્યા નથી, જેને પગલે પંચાયતોની ચૂંટણીને લઈ કોંગ્રેસ તો અટવાયેલી છે.

10,315 ગ્રામપંચાયતની ચૂંટણીમાં મોટા ભાગની ગ્રામપંચાયતો સમરસ જાહેર થાય એ દિશામાં પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. ભાજપ સંગઠને પણ ગ્રામપંચાયત અને વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ કાર્યક્રમોની સાથે પેજ પ્રમુખ અને પેજ સમિતિની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાનું આયોજન કર્યું છે, સાથે સાથે સંગઠનના પદાધિકારીઓને દરેક જિલ્લા તાલુકાનો પ્રવાસ કરવાની સૂચના આપવામાં આવી છે.