Election/ ભાજપના વિજયની સુરેન્દ્રનગર જિલ્લામાં ભવ્ય ઉજવણી

દેશના પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જેનું આજે પરિણામ જાહેર થઈ ગયું છે. દેશના પાંચ રાજ્યો ઉત્તરપ્રદેશ, ગોવા,મણિપુર, ઉત્તરાખંડ, અને પંજાબ માં ચૂંટણી યોજાઈ હતી. જેની મત ગણતરી આજે કરવામાં આવી હતી

Gujarat
5 16 ભાજપના વિજયની સુરેન્દ્રનગર જિલ્લામાં ભવ્ય ઉજવણી

તાજેતરમાં દેશના પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જેનું આજે પરિણામ જાહેર થઈ ગયું છે. દેશના પાંચ રાજ્યો ઉત્તરપ્રદેશ, ગોવા,મણિપુર, ઉત્તરાખંડ, અને પંજાબ માં ચૂંટણી યોજાઈ હતી. જેની મત ગણતરી આજે કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે આજની મત ગણતરી બાદ પંજાબ ને બાદ કરતાં ભાજપનો ચાર રાજ્યમાં વિજય થયો છે. ઉત્તરાખંડ, ગોવા, મણિપુર, અને ઉત્તરપ્રદેશ,આ ચાર રાજ્યમાં ભાજપ ની સરકાર બનશે, તે નિશ્ચિત છે.

આ વિજયની ઉજવણી ભાજપ દ્વારા ગુજરાતમાં કરવામાં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપના કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડીને મીઠું મો કરાવીને  ઉજવણી કરવામાં આવી હતી.

જિલ્લા ભાજપ પ્રમુખે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આગામી દિવસોમાં ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેમાં પણ ભાજપ ની સરકાર બનશે. કાર્યક્રમમાં જિલ્લા ભાજપના આગેવાનો તેમજ સુધરાઈ સભ્યો હાજર રહ્યા હતા. વિજય ની ઉજવણીજિલ્લાના તાલુકા મથકે પણ કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી.