Gujarat Election/ સિદ્વપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ભવ્ય રોડ શો,ભારે જનમેદનીનું અભિવાદન ઝીલ્યું

ભાજપે મેઘા પ્રચારની રણનીતિ અંતર્ગત આજે રાજ્યના મુખ્યમંત્રીએ પાટણના સિદ્વપુરમાં ભવ્ય રોડ શો યોજાયો છે, આ રોડ શોમાં ભારે જન મેદની ઉમટી હતી

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
રોડ શો
  • પાટણઃ સિદ્ધપુરમાં CM ભૂપેન્દ્ર પટેલનો રોડ શો
  • CMના રોડ શો માં ઉમટી જનમેદની
  • દેથલી ચાર રસ્તા થી ભાજપ કાર્યાલય સુધી રોડ શો
  • સિદ્ધપુર ભાજપના ઉમેદવારના સમર્થનમાં રોડ શો
  • બલવંતસિંહ રાજપૂતના સમર્થનમાં યોજાયો રોડ શો
  • CMનું લોકોએ ફૂલહાર પહેરાવીને કર્યુ સ્વાગત
  • સિદ્ધપુરમાં બલવંતસિંહ રાજપૂતનું શક્તિ પ્રદર્શન
  • ભાજપ કાર્યાલયમાં CM ભૂપેન્દ્ર પટેલે સભાને સંબોધી
  • સિદ્ધપુર મત વિસ્તારમાં લોકોનો CM પ્રત્યે દેખાયો પ્રેમ

ભાજપે મેઘા પ્રચારની રણનીતિ અંતર્ગત આજે રાજ્યના મુખ્યમંત્રીએ પાટણના સિદ્વપુરમાં ભવ્ય રોડ શો યોજાયો છે, આ રોડ શોમાં ભારે જન મેદની ઉમટી હતી.ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે ભાજપે પુરજોશમાં પ્રચારની થીયરી અપનાવી છે.સીએમએ જન મેદનીનું અભિવાદન ઝીલ્યું હતું. સિદ્વપુરના દેથલી ચાર રસ્તા પરથી ભાજપના કાર્યાલય સુધીનો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી સિદ્વપુર ભાજપના ઉમેદવારના સમર્થન માટે આ રોડ શો કરવામાં આવ્યું હતું.

ઉત્તર ગુજરાતમાં ભાજપ મજબૂત રીતે બેઠકો હાંસિલ કરે તે હેતુથી આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, પાટણની તમામ બેઠકો પર આ મુખ્યમંત્રીના રોડ શોથી અસર પડે તેમ છે. સિદ્વપુરના ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપુતએ આજે શક્તિ પ્રદર્શન પણ કર્યું છે, ભારે જનમેદની ઉમટી પડી હતી. આ વિસ્તારમાં મુખ્યમંત્રીએ જાહેર સભા  પણ સંબોધી હતી. ભાજપના ઉમેદવારો માટે મત પણ માંગ્યા હતા.

ગુજરાત વિધાનસભાને ગણતરીના દિવસો જ બાકિ છે પહેલા તબક્કાની ચૂંટણીનું પ્રચાર પડધમ આજે સાંજે શાંત થઇ જશે અને 1 લી ડિસેમ્બરે મતદાન યોજાશે જ્યારે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાવવાનું  છે.

Murder/ પાંડવ નગર હત્યાનો ભેદ આ રીતે ઉકેલાયો,મૃતદેહના 10 ટુકડા કરીને ફ્રીજમાં રાખ્યા અને પછી…

OPINION POLL/ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપ આટલી બેઠકો જીતશે! ઓપિનિયન

Gujarat Election 2022/ કેજરીવાલ ગુજરાત સુધી લાંબા થતા AAPમાં નારાજગીઃ હરિયાણા-હિમાચલમાં ધ્યાન કેન્દ્રિત કરાય

Gujarat Election 2022/ ભાજપની ત્રિસ્તરીય વ્યૂહરચનાઃ સત્તા જાળવવાની, કોંગ્રેસને વિપક્ષમાં રાખવાનો અને AAPને