સુરેન્દ્રનગર/ દસાડા તાલુકાના પાટડી,બજાણા સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં GRDની ભરતી જાહેર

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં પાટડી તથા બજાણા પોલીસ મથક વિસ્તારમાં ગ્રામ રક્ષકદળમા ખાલી પડેલ જગ્યા પર ભરતી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે

Gujarat Others
ભરતી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં પાટડી તથા બજાણા પોલીસ મથક વિસ્તારમાં ગ્રામ રક્ષકદળમા ખાલી પડેલ જગ્યા પર ભરતી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાટડી,પુરુષ-10 અને બજાણા,પુરુષ-૦૯ની જગ્યાએ ભરતી કરવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ ફોર્મ ૧૭ જાન્યુઆરીથી ૨૪ જાન્યુઆરી સુધી લગત પોલીસ મથકે થી મેળવી લઇ ભરી દેવા સૂચના આપવામાં આવી છે ગ્રામ રક્ષક દળ (GRD)એ માનદ સેવા છે જે પોલીસની સાથે રહી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં પોલીસને મદદરૂપ થાય છે જેમાં રૂપિયા ૩૩૦ માનદવેતન તરીકે આપવામાં આવે છે આ ભરતીપ્રક્રિયામાં માત્ર ગ્રામ્ય વિસ્તારના ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવનાર છે દસાડા તાલુકાના બજાણા પાટડી ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પોલિસ મથકએ ખાલી પડેલ જગ્યા માટે ભરતી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે

કેવી રીતે નિમણૂક કરવા માટેના માપદંડ

ઉંચાઈ પુરુષ-:૧૬૫ સેન્ટીમીટર
ઉંચાઈ મહિલા ઉમેદવાર-:૧૫૦ સેન્ટિમીટર
વજન પુરુષ-:૫૦ કિલોગ્રામ,મહિલા-:૪૫ કિલોગ્રામ
છાતી પુરુષ-: ૭૯ સે.મી. સામાન્ય (ફુલાવવી-:૦૫ સે.મી.)
( ફુલાવ્યા સાથે ૮૪ સે.મી‌)
દોડ પુરુષ-: પ્રથમ ૧૦૦ મીટર ૧૫ સેકન્ડમાં પૂર્ણ કરવી
૧,૬૦૦ મીટર ૦૯ મિનિટમાં પૂર્ણ કરવી
મહિલા માટે દોડ ૪૦૦ મીટર ૦૪ મિનિટમાં પૂર્ણ કરવી
શૈક્ષણિક લાયકાત-:ધોરણ-૦૩ પાસ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરા/બાઈક ચોરીના કેસમાં ક્રાઈમ બ્રાંચ પોલીસની પુછપરછમાં યુવકના મોતને પગલં શંકા કુશંકાઓ

આ પણ વાંચો:દાહોદ/ફતેપુરા નગરમા ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરા અને કાદવ કીચડના ઢેર

આ પણ વાંચો:જુનાગઢ/વંથલીમાં સિંહના આંટાફેરા, સિંહની ડણકથી સ્થાનિકોમાં ભયનો માહોલ