ડુંગળી ઘરે અથવા રેસ્ટોરન્ટમાં ખાવા માટે વપરાય છે પરંતુ તેના ફાયદાઓ જાણ્યા પછી, તમે તેને રોજિંદા જીવન માં ઉપયોગ વગર જીવી શકશો નહીં.

દુનની ડાયેટિશિયન રીચાએ જણાવ્યું હતું કે ઉનાળામાં લુ થી બચવા માટે તમારે ડુંગળીનો ઉપયોગ કરવો જોઈએ. આકરા તાપમાં ડુંગળી ગરમી સામે રક્ષણ આપે છે. તેનો રસ પીવાથી અને તળિયામાં માલિશ કરવાથી પણ ઘણો લાભ થાય છે.

કાચી ડુંગળીનો ઉપયોગથી વાળ લાંબા થાય છે. ડુંગળીના રસને માથાના સ્કેલ્પ પર એક કલાક સુધી લગાવી રાખી હળવા ગરમ પાણીથી વાળ ધોવા. ડુંગળીમાં ઘણા એવા તત્વો પણ છે જે કેન્સર જેવા ગંભીર રોગો સામે રક્ષણ આપે છે. તેમજ ચામડીના રોગો સંબંધિત સમસ્યાઓ પણ દૂર કરે છે.

બ્લડ પ્રેસર ના દર્દીઓ માટે ડુંગળી એક આશીર્વાદ છે. તે બીપી ને નિયંત્રણમાં રાખે છે. તેથી જમવામાં સાથે કાચી ડુંગળી જરૂરથી ખાવી જોઈએ. કાચી ડુંગળી ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. ડુંગળીનો ઉપયોગ પુરુષોમાં લૈંગિક ક્ષમતા વધારે છે.

સંધિવાની પીડાથી પીડાતા લોકો માટે પણ ડુંગળી ફાયદાકારક છે. મસ્ટર્ડ ઓઇલમાં ડુંગળીના રસને મિકસ કરો અને તેને પીડારહિત જગ્યાએ મસાજ કરો. યાદ રાખો કે આ સારવારથી એક દિવસમાં લાભ નહિ મળે. તમારે સતત એક મહિના માટે આવા પ્રકાર નો મસાજ કરવો પડશે. આ મસાજ થી તમને દુખાવામાં ઘણો ફાયદો થશે.

જે લોકો પથરીની સમસ્યાથી પીડાતા હોય તેઓએ પણ ડુંગળીનો ઉપયોગ કરવો જોઈએ. ખરાબ આહારના કારણે, કિડનીમાં પથરી એક સમસ્યા બની જાય છે. ડુંગળીના રસમાં પથરીની પીડા સામે લડવાની ક્ષમતા છે. રોજ ખાલી પેટ, ડુંગળીના રસનું સેવન કરવાથી પથરીની પીડામાં ફાયદો થાય છે.
વાળ ખરવાની સ

મસ્યા પણ સામાન્ય છે. પરંતુ સારવાર તમારા ઘરમાં હાજર છે. વાળ ખરતા અટકાવવા ડુંગળી ખૂબ ફાયદાકારક છે. કાચી ડુંગળીને કાપીને માથા પાર ઘસવાથી વાળ ખરતા અટકાવે છે. એટલું જ નહીં, તમારા માથામાં નવા વાળ પણ ઉગવાનું શરૂ થશે.

ડુંગળીમાં ફોસ્ફરિક એસિડ હોય છે તે લોહી માટે રક્ત શુદ્ધિકરણ તરીકે કામ કરે છે. જો તમને નસોમાં પીડા થવાની સમસ્યા હોય, તો પછી રાત્રે તમારા પીડાદાયક સ્થાને મસાજ કરો. સતત એક મહિના માટે આ કરવાથી, તમારી સમસ્યામાં રાહત મળશે.
આ પણ વાંચો:શા માટે કેળામાં કોઈ જંતુઓ નથી? જાણો રસપ્રદ કારણો
આ પણ વાંચો:નાસ્તામાં આ એક વસ્તુ ખાવાથી સ્વાસ્થ્યને મળે છે 9 ફાયદા, તમે પણ જાણી લો….
આ પણ વાંચો:ઉનાળામાં બાળકો માટે સ્વાદિષ્ટ-પૌષ્ટિક નાસ્તા, આજે જ ઘરે બનાવો
આ પણ વાંચો:ટેસ્ટથી ભરપૂર અને લોહીની ઊણપ દૂર કરે તેવી હેલ્ધી વેજિટેબલ પૂરી
આ પણ વાંચો:મગની દાળ અને પનીરના પરોઠા, બનાવવાની રીત

