Maharastra/ CM ઉદ્ધવ ઠાકરેના સંબોધનને લઇને ગુજરાતીઓમાં ભારે ઉત્સાહ, ‘ગુજરાતના જલેબી-ફાફડા ઉદ્ધવજી આપણા’ સ્લોગન સાથે પોસ્ટર લાગ્યાં

શિવસેનાએ ગુજરાતી સમાજને ભાજપની વોટબેંક તરીકે ઓળખમાંથી મુક્તિ અપાવવા અપીલ શરૂ કરી છે. શિવસેનાએ મુંબઇ મહાનગર પાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ‘મુંબઈમાં જલેબીને  ફાફડા, ઉદ્ધવ ઠાકરે આપડા’ ના નારા લગાવ્યા છે.

Top Stories India
amerika 16 CM ઉદ્ધવ ઠાકરેના સંબોધનને લઇને ગુજરાતીઓમાં ભારે ઉત્સાહ, 'ગુજરાતના જલેબી-ફાફડા ઉદ્ધવજી આપણા' સ્લોગન સાથે પોસ્ટર લાગ્યાં

શિવસેનાએ ગુજરાતી સમાજને ભાજપની વોટબેંક તરીકે ઓળખમાંથી મુક્તિ અપાવવા અપીલ શરૂ કરી છે. શિવસેનાએ મુંબઇ મહાનગર પાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ‘મુંબઈમાં જલેબીને  ફાફડા, ઉદ્ધવ ઠાકરે આપડા’ ના નારા લગાવ્યા છે. અને સાથેના પોસ્ટર ઠેર ઠેર લગાવવામાં આવ્યા છે.  શિવસેના દ્વારા 10 જાન્યુઆરીએ મુંબઇમાં ગુજરાતી સમુદાય માટે એક મેળાવડો યોજવામાં આવ્યો છે. શિવસેનાના વડા અને રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે આ મેળવડા માં ગુજરાતી સમાજ ને સંબોધન કરશે.  શિવસેનાના રાષ્ટ્રીય આયોજક હેમરાજ શાહે આ સંદર્ભે એક પત્રિકા બહાર પાડી છે.

ભાજપ સાથે જોડાણ તોડ્યા પછી શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને મહાવિકાસ અગાડી સરકાર બનાવી અને ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન બન્યા. આ પછી ભાજપ અને શિવસેના વચ્ચે ઘણા આક્ષેપો થયા હતા. આ સિવાય શિવસેનાનો ગઢ ગણાતા મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપર સત્તા મેળવવા માટે ભાજપ સખત મહેનત કરી રહી છે. પરિણામે, આ ચૂંટણી પણ શિવસેના માટે પ્રતિષ્ઠાનો વિષય બની છે.  તેથી શિવસેના મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણી પહેલા ગુજરાતી મતદારોને અપીલ કરવા જઇ રહી છે. મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણીમાં શિવસેના મતદારો ને તેમના પ્રતિ ખેચવા માટે પ્રયાસ કરી રહી છે. આ કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય આયોજક હેમરાજ શાહ કરશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો