IPL 2020/ હૈદરાબાદ સામે પંજાબની ટીમનો શાનદાર વીજય

દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં કિંગ્સ ઇલેવન પંજાબએ સારુ પ્રદર્શન કર્યુ હતુ, સનરાઇઝર્સ હૈદરાબાદને 12 રને હરાવીને તેમની પાસેથી જીતની બાજી છીનવી લીધી હતી.

Top Stories Sports
bravo 8 હૈદરાબાદ સામે પંજાબની ટીમનો શાનદાર વીજય

દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં કિંગ્સ ઇલેવન પંજાબએ સારુ પ્રદર્શન કર્યુ હતુ, સનરાઇઝર્સ હૈદરાબાદને 12 રને હરાવીને તેમની પાસેથી જીતની બાજી છીનવી લીધી હતી. પંજાબ તરફથી 127 રનનાં સરળ લક્ષ્યનો પીછો કરતા હૈદરાબાદની મેચ પર એક સમયે ભારે પકડ હતી. એક સમયે પંજાબનો સ્કોર 16 ઓવરમાં 3 વિકેટ પર 100 હતો, પરંતુ મનીષ પાંડે આઉટ શુ થઈ ગયો કે વિકેટ પડવાનું શરૂ થઇ  ગયુ અને હૈદરાબાદની છેલ્લી વિકેટો માત્ર 17 રનની અંદર જ ગુમાવી દીધી.  પંજાબ તરફથી ક્રિસ જોર્ડન અને યુવાન અર્શદીપે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.

કિંગ્સ ઇલેવન પંજાબે હૈદરાબાદ પહેલા બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ હૈદરાબાદની ટીમ સામે જીત મેળવવા માટે ક્વોટાની 20 ઓવરમાં 127 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. મેચ પહેલા પંજાબને આંચકો લાગ્યો હતો જ્યારે મેચ શરૂ થતાં પહેલા તેના તોફાની ઓપનર મયંક અગ્રવાલ બહાર થઈ ગયો. જ્યારે દબાણ વધ્યુ ત્યારે ગેઇલ અને કેપ્ટન કે.એલ. રાહુલ બંને આ સમયે રન ન બનાવી શક્યા. જો કે વિન્ડિઝનાં ડાબા હાથનાં વિકેટકીપર નિકોલસ પુરાન એ અણનમ 32 રન બનાવ્યા હતા, જેના કારણે પંજાબે 20 ઓવરમાં 7 વિકેટે 126 રન બનાવ્યા હતા. સંદીપ શર્મા, રાશિદ ખાન અને જેસન હોલ્ડરે બે-બે વિકેટ ઝડપી હતી.

અગાઉ બંને ટીમોએ તેમના પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કર્યો હતો. મયંક અગ્રવાલ અને જીમ્મી નીશમની જગ્યાએ મનદીપ સિંહ અને ક્રિસ જોર્ડનને પંજાબની ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યા હતા. મયંક અગ્રવાલ છેલ્લી ક્ષણોમાં પ્રેક્ટિસ દરમિયાન ઘાયલ થયો હતો. વળી હૈદરાબાદની ટીમને શાહબાઝ નદીમની જગ્યાએ લાહિમ સીમર ખલીલ અહેમદની જગ્યા આપવામાં આવી હતી.