Not Set/ અમદાવાદના વિકાસમાં કાર્યોને આપી લીલી ઝંડી, સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2નું ઈ-લોકાર્પણ

સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2નું આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટની કામગીરી ચાલુ કરવાની તૈયારી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.

Ahmedabad Gujarat
A 371 અમદાવાદના વિકાસમાં કાર્યોને આપી લીલી ઝંડી, સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2નું ઈ-લોકાર્પણ

સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2નું આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટની કામગીરી ચાલુ કરવાની તૈયારી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં CM દ્વારા શાહિબાગ ડફનાળાથી કેમ્પ સદર બજાર સુધીના 1.25 કિમીની લંબાઈમાં રિવરફ્રન્ટ ફેઝ-2ના વિકાસના કામને વર્ચુઅલી લીલી ઝંડી આપવામાં આવી છે.

રિવરફ્રન્ટ ફેઝ-2ની મુખ્ય લાક્ષણિકતાઓ

રિવરફ્રન્ટ પૂર્વના 11.5 કિ.મીમાં 5.8 કિ.મી તથા પશ્ચિમમાં 11.5 કિ.મીમાં 5.2 કિ.મીનો વધારો કરી ઇન્દિરાબ્રીજ સુધી બંને કિનારા થઇને આશરે 11.5 કિ.મી જેટલો પ્રોજેક્ટ ફેઝ-2 અંતર્ગત લંબાવવાનો નક્કી કરવામાં આવેલ છે. જેથી બંને બાજુ થઇને લંબાઇ હવે કુલ 34 કિ.મીની થશે.

ફેઇઝ-2 અંતર્ગત નદીની બંને બાજુ સ્ટેપિંગ પ્રોમીનાડ, રોડ નેટવર્ક, એક્ટીવ ગ્રીન પાર્કસ તથા રહેણાંક અને વાણિજ્ય પ્રકારના વિકાસના કાર્યોનો સમાવેશ થશે.

રિવરફ્રન્ટ ફેઝ-2 હાલના રિવરફ્રન્ટ કરતા વધારે હરિયાળો હશે, તેમાં નદીના બંને કાંઠે ગ્રીન પટ્ટા, અલગ અલગ લેવલ પર વૃક્ષોનું વાવેતર, ચિલ્ડ્રન પ્લે એરિયા, ફૂડ પ્લાઝા, આર્ટ અને કલ્ચર, સ્વાસ્થ્ય માટે તેમજ લોકો માટે જુદા જુદા લેવલ પર બેઠક વ્યવસ્થા વગેરે જેવી સુવિધાઓ હશે.

બેરેજ કમ બ્રીજના નિર્માણ થકી ફેઝ-2 વિસ્તારમાં નદીમાં પાણીનું લેવલ જળવાઇ રહેશે, જેથી આકસ્મિક સંજોગોમાં તથા નર્મદા કેનાલના મેઇન્ટેનન્સ દરમિયાન 10 થી 15 દિવસ સુધી અમદાવાદ શહેર માટે પાણીનો સંગ્રહ કરી શકાશે. બેરેજ ઉપર બ્રીજનું નિર્માણ કરવાથી આ ભાગના નદી તરફના બંને વિસ્તારને જોડીને ટ્રાફિક વ્યવસ્થા સુદ્રઢ બનશે.

બેરેજ કમ બ્રીજ બનવાના કારણે શહેરના સાબરમતી, ચાંદખેડા, મોટેરા જેવા વિસ્તારોને હાંસોલ વિસ્તાર તથા એરપોર્ટ સાથે સીધી કનેક્ટીવીટી મળશે. જેથી ટ્રાફિક સમસ્યા ઘણી જ હળવી બનશે.

આ પ્રોજેક્ટ આંબેડકર બ્રીજથી ઇન્દિરા બ્રીજ સુધી સાબરમતી નદીને સમાંતર બનશે જેનાથી પસાર થતા લોકોને નદી કિનારે ડ્રાઈવ કરતા આહલાદક નજારો વિના અવરોધ માણી શકાશે.

આ રોડ થવાથી મણિનગર, નારોલથી ગાંધીનગર, ઉત્તર ગુજરાત તથા રિંગ રોડ જવા માટે આ રસ્તાઓનો ઉપયોગ થવાથી ટ્રાફિક સમસ્યાનું નિવારણ થશે અને પ્રદૂષણના પ્રશ્રો ઘટશે.

અમદાવાદ, ગાંધીનગર જિલ્લા તથા કેન્ટોનમેન્ટ બોર્ડની નદી તરફની જમીનમાં ડેવલપ થનાર આ પ્રોજેક્ટ હેઠળ, અંદાજે 119 હેક્ટર (પૂર્વમાં 50 હેક્ટર તથા પશ્ચિમ કાંઠે 69 હેક્ટર) જમીનમાં ગ્રીન પ્રોમીનાડ, પાર્કસ, કોમર્શિયલ અને રેસીડેન્શિઅલ ડેવલપમેન્ટ તદ્‌ઉપરાંત વિશ્વ કક્ષાનું નિર્માણ થનાર સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવ અને તેની હોસ્પિટાલિટી ફેસિલિટીઝને પણ વિકસાવાશે તથા આ એન્કલેવને રિવરફ્રન્ટના રોડ નેટવર્ક સાથે જોડી જાહેર જનતા માટે સવલત ઊભી કરવામાં આવશે.

ફેઝ-2ની તાજેતરની સ્થિતિ

રિવરફ્રન્ટ ફેઝ-2માં તેનું કોન્સેપ્ટ પ્લાનિંગ તથા ડિઝાઇનનું કામ પૂર્ણ કરવામાં આવેલ છે તથા તેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલી છે.

ફેઝ-2ના વિસ્તારમાં ડેવલપમેન્ટની કામગીરી માટે હાઈડ્રોલોજી તેમજ હાઇડ્રોલિકસ્ટડીનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને તેના વેરીફિકેશનની કામગીરી નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ હાઈડ્રોલોજી, રૂરકી દ્વારા કરાઈ રહ્યું છે.

સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ફેઝ-2 માટે અમદાવાદ જિલ્લાના ચાર ગામની આશરે 72 હેક્ટર નદી પૈકીની જમીનનો આગોતરો કબ્જો મળેલ છે, ગાંધીનગર જિલ્લાના બે ગામની નદી પૈકીની આશરે 20 હેક્ટર જમીન મેળવવાની કાર્યવાહી ચાલુ છે તથા અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડની આશરે 13 હેક્ટર જમીન મળેલ છે.

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કેન્ટોનમેન્ટની પાછળના ભાગમાં કેન્ટોનમેન્ટ બોર્ડ સાથે થયેલ એમ.ઓ.યુ મુજબ તાજેતરમાં જમીન પ્રાપ્ત થયેલ હોઇ આ ભાગમાં ડફનાળાથી સદર બજાર સુધીના 1.25 કિમી લંબાઈમાં રિવરફ્રન્ટ વિકસાવવા માટેની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે.

આ કામ હેઠળ ડફનાળાથી કેમ્પ સદર બજાર સુધી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ કરવા માટે તારીખ 23-01-2021ના રોજથી ટેન્ડર બહાર પાડવામાં આવેલું છે.

સદર કામ આવા કામની અનુભવી તથા લોએસ્ટ બિડર મે.આઇ.ટી.ડી. સિમેન્ટેશનને કામ સોંપવામાં આવેલું છે. પ્રોજેક્ટના બાકીના નદી કિનારાને આગામી સમયમાં તબક્કાવાર વિકસાવવામાં આવશે. સદર કામની કુલ લંબાઇ 1250 મીટર છે. સદર કામનો કુલ ખર્ચ રૂ. 96.02 કરોડ છે.

  • ડાયફ્રામવોલ અને લોઅરપ્રોમીનાડ સુધીનું અર્થ ફિલીંગ- રૂ 47.28 કરોડ
  • સ્ટેપ્પડ એમ્બેન્કમેન્ટ (લોઅર, મીડલ તથા અપર પ્રોમીનાડ) માં રીટેઇનીંગ વોલ સાથે-રૂ.43.04 કરોડ
  • ઇલેક્ટ્રીકલ વર્ક-રૂ. 3.05 કરોડ
  • હોર્ટીકલ્ચર તથા ઇરીગેશન વર્ક-રૂ. 2.64 કરોડ

સદર કામમાં 600 મીમી જાડાઇની અને આશરે 50 ફુટ ઊંડાઇમાં ડાયાક્રામવોલ કરી અને સ્ટેપ્પડ એમ્બેન્કમેન્ટ (લોઅર, મીડલ તથા અપર પ્રોમીનાડ) માં રીટેઇનીંગ વોલ બનાવી ગ્રીન ડેવલપમેન્ટ કરવામાં આવનાર છે.

સ્ટેપ્પડ એમ્બેન્કમેન્ટમાં અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ માટે અલગ અલગ ઝોન જેવા કે ખાણી-પીણી, બાળકો માટે રમતગમત ની જગ્યા, ઓપન જીમ માટેની જગ્યા વગેરે બનાવવામાં આવનાર છે.

sago str 28 અમદાવાદના વિકાસમાં કાર્યોને આપી લીલી ઝંડી, સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2નું ઈ-લોકાર્પણ