GST raid/ ગુજરાતમાં 18 હોટલ અને રિસોર્ટમાં GST અને ITનાં દરોડા

ગીર સોમનાથ અને દ્વારકાની હોટલ અને રિસોર્ટમાં જીએટી વિભાગના……

Top Stories Gujarat
Image 2024 06 16T105630.738 ગુજરાતમાં 18 હોટલ અને રિસોર્ટમાં GST અને ITનાં દરોડા

Saurashtra News: ગીર સોમનાથ અને દ્વારકાની હોટલ અને રિસોર્ટમાં જીએટી વિભાગના દરોડા પડ્યા હતા. ગેરરીતિ આચરવાના સંદર્ભમાં આવકવેરા વિભાગ અને જીએસટી વિભાગ દ્રારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

માહિતી મુજબ, પાકું બિલ આપ્યા વગર રોકડમાં વ્યવહાર થતાં હોવાની માહિતીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. સોમનાથ, દ્વારકા, ગીરમાં GST વિભાગના દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 18 હોટલો-રિસોર્ટમાંથી 16.29 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો મળ્યા હતા. હોટલ અને રિસોર્ટમાં બિલ વગર રૂમ અને ભોજન અપાતું હતું. પરિણામે સંચાલકોની ગેરરીતિની જાણ થતાં રેઈડ પાડવામાં આવી હતી. આ મામલે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ કેસમાં વધુ બે અધિકારીઓની ધરપકડ

આ પણ વાંચો: NEET કૌભાંડમાં ગુજરાતનો રૂ. 2.3 કરોડનો વહીવટ

આ પણ વાંચો: ગુજરાતમાં પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી