Not Set/ GST દરોમાં વધારાની ચર્ચા મારી ઓફિસ સિવાય સર્વત્ર : નિર્મલા સીતારમણ

અર્થવ્યવસ્થાની ખરાબ હાલત અને આર્થિક મંદીની વચ્ચે શુક્રવારે નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું કે, મહેસૂલ વધારવા માટે જીએસટી દર વધારવાની ચર્ચા મારી ઓફિસ સિવાય દરેક જગ્યાએ છે. એક પત્રકાર પરિષદનું ઉદ્ઘાટન કરતાં મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે 3.38 લાખ કરોડના મૂડી ખર્ચનો 66 ટકા હિસ્સો અર્થતંત્રને વેગ આપવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યો છે.  […]

Top Stories Business
Nirmala Sitharaman GST દરોમાં વધારાની ચર્ચા મારી ઓફિસ સિવાય સર્વત્ર : નિર્મલા સીતારમણ

અર્થવ્યવસ્થાની ખરાબ હાલત અને આર્થિક મંદીની વચ્ચે શુક્રવારે નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું કે, મહેસૂલ વધારવા માટે જીએસટી દર વધારવાની ચર્ચા મારી ઓફિસ સિવાય દરેક જગ્યાએ છે. એક પત્રકાર પરિષદનું ઉદ્ઘાટન કરતાં મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે 3.38 લાખ કરોડના મૂડી ખર્ચનો 66 ટકા હિસ્સો અર્થતંત્રને વેગ આપવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યો છે. 

મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે શુક્રવારે કહ્યું હતું કે, સરકાર આર્થિક વિકાસને વેગ આપવા માટે વપરાશમાં વધારો કરવાના માર્ગો શોધી રહી છે. તેમણે કંપનીઓના વળતરમાં સુધારો લાવવા માટે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડા સહિત છ વર્ષના નીચા આર્થિક વૃદ્ધિ દરથી અર્થતંત્રને ઉપર લાવવાના પગલાઓની વિગતો આપી હતી.     

સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે આ ઉપરાંત, જાહેર ક્ષેત્રની બેંકોમાં મૂડીના રેડવાની સાથે રિયલ્ટી ક્ષેત્રે પણ તમામ તબક્કાઓનું ભંડોળ ઉપલબ્ધ કરાયું છે. તેમણે કહ્યું કે, રિટેલ લોનને પ્રોત્સાહન આપવા માટે બિન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને 4.47 લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે. આંશિક ક્રેડિટ ગેરંટી યોજના હેઠળ 7,657 કરોડને મંજૂરી આપવામાં આવી છે.

મુખ્ય આર્થિક સલાહકારે જણાવ્યું હતું કે 3.38 લાખ કરોડના મૂડી ખર્ચનો 66 ટકા ઉપયોગ અર્થતંત્રને વેગ આપવા માટે કરવામાં આવ્યો છે. રેલ્વે અને માર્ગ મંત્રાલયે 31 ડિસેમ્બર સુધીમાં રૂ. 2.46 લાખ કરોડનો મૂડી ખર્ચ કર્યો છે. સુબ્રમણ્યમે કહ્યું કે 27 નવેમ્બર સુધી રેપો રેટ સંબંધિત વ્યાજ ઉપર 70,000 કરોડ રૂપિયાની 8 લાખથી વધુ લોન આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.