Not Set/ 26 ચીજો પર જીએસટી ઘટ્યો,નાના વેપારીઓ-જ્વેલર્સને મોટી રાહત,વાંચો સરકારે કેવી આપી રાહતો

દિલ્હી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટીમાં સરકારે અનેક રાહતો આપવાની જાહેરાત કરી છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં નિકાસકારો, નાના વેપારીઓ અને જ્વેલસૅ માટે રાહત આપતી જાહેરાતો કરવામાં આવી હતી. નાણા મંત્રી અરૂણ જેટલીએ અનેક ચીજ-વસ્તુઓમાં જીએસટી ઘટાડવાની જાહેરાત કરી હતી.જીવન જરૂરિયાતની અનેક ચીજોમાં 28 ટકા જેટલો જીએસટી વગાવીને પ્રજાનો વિરોધનો સામનો કરી રહેલ સરકારે […]

Top Stories
arun GST 26 ચીજો પર જીએસટી ઘટ્યો,નાના વેપારીઓ-જ્વેલર્સને મોટી રાહત,વાંચો સરકારે કેવી આપી રાહતો

દિલ્હી

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટીમાં સરકારે અનેક રાહતો આપવાની જાહેરાત કરી છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં નિકાસકારો, નાના વેપારીઓ અને જ્વેલસૅ માટે રાહત આપતી જાહેરાતો કરવામાં આવી હતી. નાણા મંત્રી અરૂણ જેટલીએ અનેક ચીજ-વસ્તુઓમાં જીએસટી ઘટાડવાની જાહેરાત કરી હતી.જીવન જરૂરિયાતની અનેક ચીજોમાં 28 ટકા જેટલો જીએસટી વગાવીને પ્રજાનો વિરોધનો સામનો કરી રહેલ સરકારે 27 જેટલી ચીજોમાં જીએસટી ઘટાડ્યો છે.

જીએસટી કાઉન્સીલની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે 1.5 કરોડ રૂપિયા જેટલું ટર્ન ઓવર ધરાવતા વેપારીઓને દર મહિને રીટર્ન ફાઈલ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. આવા વેપારીઓ ૩ મહિનામાં એક વખત રીટર્ન ફાઈલ કરી શકશે.

આ ઉપરાંત જીએસટી કાઉન્સીલે એક મહત્વનો નિર્ણય લીધો છે કે, ઘરેણાઓ અને હિરાઓની ૨ લાખ સુધીની ખરીદીમાં પાનકાર્ડની ઝંઝટમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ માટે નવુ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે.

બેઠક ખતમ થયા બાદ સુશીલ મોદીએ ટિ્‌વટ કરીને કહ્યું હતું કે, કમ્પાઉિંન્ડગ સ્કીમ હેઠળ પણ 75 લાખ ટનૅઓવરની મર્યાદાને વધારીને એક કરોડ કરી દેવામાં આવી છે. આવા વેપારીઓ ત્રણ મહિના ઉપર કુલ વેચાણના એક ટકા ટેક્સ જમા કરી શકે છે. કમ્પાઉિંન્ડગ ડિલરોને બીજા રાજ્યોમાં ચીજવસ્તુ વેચવાના અધિકાર અને ઇનપુટ સબસિડીના લાભ આપવા માટે પાંચ સભ્યોની એક સમિતિની રચના કરવામાં આવી છે. સુશીલ મોદીએ એમ પણ કહ્યું છે કે, રિવસૅ ચાર્જની વ્યવસ્થાને આગામી વર્ષમાં 31મી માર્ચ સુધી સ્થિગત કરી દેવામાં આવી છે. આ હેઠળ પહેલા રજિસ્ટર્ડ કરદાતાઓને અનરજિસ્ટર્ડ પુરવઠાકારો પાસેથી ચીજવસ્તુઓની ખરીદીથી ટેક્સની ચુકવણી કરવી પડતી હતી હવે તેમાં 31મી માર્ચ સુધી રાહત આપવામાં આવી છે.

જીએસટી કાઉન્સિલે નિકાસકર્તાઓને મોટી રાહત આપતાં જણાવ્યું હતું કે જીએસટી લાગુ થયા પછી નિકાસકર્તાઓની મોટી રકમ બ્લોક થઇ છે એટલે તેમને રીપેમેન્ટ ઝડપથી આપવામાં આવશે.નિકાસકર્તાઓને 10 ઓક્ટોબરથી જુલાઇનું અને 18 ઓક્ટોબરથી ઓગષ્ટ સુધીનું રિફન્ડ ઝડપથી આપી દેવામાં આવશે.

આવા વેપારીઓ હવે પોતાના તમામ વેચાણ પર લાગતા ટેક્સનુ રીટર્ન ૩ મહિનામાં એક જ વખત ફાઈલ કરશે તો ચાલશે. આ ઉપરાંત વેપારીઓને અન્ય રાજ્યોમાં પોતાનો માલ સામાન વેચવા માટે ટેક્સમાં સબસીડી આપવા અંગે નિર્ણય કરવા ૫ મંત્રીઓની સમિતિની રચના કરવામાં આવી છે, જે તમામ પાસાઓ પર અભ્યાસ કરીને આ અંગે નિર્ણય લેશે. તેમજ જીએસટી પર રીવર્સ ચાર્જ ૩૧ માર્ચ સુધી સ્થગિત રહેશે.

કરદાતાઓ માટે પણ રાહત આપતા જીએસટી કાઉન્સિલે 20 લાખનું ટર્ન ઓવર ધરાવતા કરદાતા પરથી ઇંટરસ્ટેટ સર્વિસ ટેક્સ હટાવ્યો છે.

આ પહેલા રજીસ્ટર્ડ કરદાતાઓએ  અન રજીસ્ટર્ડ વેપારીઓ પાસેથી માલ ખરીદવા પર ટેક્સ આપવો પડતો હતો. જેના પર ૩૧ માર્ચ સુધી સ્ટે મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત જ્વેલર્સને રાહત આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે ઘરેણાઓ અને હિરાઓની ૨ લાખ સુધીની ખરીદી પર પાનકાર્ડની ઝંઝટમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે.

આ ઉપરાંત 50 હજારથી ઉપરની જ્વેલરીની ખરીદી કરનાર કોઇ વ્યક્તિને પેન કાર્ડ અથવા આધાર કાર્ડની વિગત આપવી પડશે નહીં. જેમ્સ, જ્વેલરી અને અન્ય હાઈ વેલ્યુ ચીજવસ્તુના કારોબારમાં રહેલી કંપનીઆેને જે બે કરોડથી ઉપરના ટનૅ આેવરમાં આવે છે તે મની લોન્ડરિંગ એક્ટની હદમાં હવે રહેશે નહીં.

સરકારે 27 જેટલી ચીજોમાં જીએસટી ઘટાડવોના નિર્ણય કર્યો છે,જેમાં કેરીમાં 12% થી 5%,ખાખરા પર 12% થી 5%,સ્ટેશનરીની આઇટમો 28% થી 18%,અનબ્રાન્ડેડ નમકીન પર 12% થી  5%,ડીઝલ પાર્ટ્સ પર 28%થી 18%,પ્લાસ્ટીક-રબર વેસ્ટ પર 12% થી  5%,બાળકોના પેકેજ ફુડ પર 12% થી   5%,અનબ્રાન્ડેડ આયુર્વેદિક દવાઓ પર 18% થી   5%નો ઘટાડો કરવામાં આવ્યો હતો.