Lifestyle: જો તમે પણ છાલ ઉતારીને જામફળ ખાતા હો તો હવેથી આ ટિપ્સ (Guava Peels Tips) અપનાવીને તમે છાલનો વિવિધ સ્વરુપમાં ફાયદો ઉઠાવી શકો છો. જામફળ ખાવામાં પલ્પી અને મધુર હોય છે અને જો તમે પણ જામફળ કે જેને હિન્દીમાં ‘અમરુદ’ અને અંગ્રેજીમાં Guava કહે છે એને ઘણા લોકો છાલ સાથે અને અમુક છાલ ઉતારીને ખાય છે.
મીઠા-મધુરા અને રસસભર જામફળ ખાવાનું મોટાભાગના લોકોને પસંદ હોય છે. પણ વિશેષ કરીને મોટા સાઇઝના લીલા રંગના જામફળને છોલીને ખાતી વખતે એની છાલને નકામી સમજીને કચરાપેટી (Dustbin)માં ફેંકી દે છે અને જો તમે પણ આમ જ કરતા હો તો જરા થોભી જાઓ! જામફળની છાલ કેવળ ખાવા કે ફેંકવા માટે નથી પરંતુ, ઘર અને ગાર્ડનિંગ (Gardening)ના અનેક કામોમાં અત્યંત ઉપયોગી સાબિત થઇ શકે છે.
જામફળમાં હાજર પોષક તત્વો, પ્રાકૃતિક સુગંધ અને એસિડિક ગુણોથી ઘરની સફાઈ કરી શકાય છે. એટલું જ નહિં પણ છોડવાંની સંભાળ અને કિચન હૅક્સ (Kitchen Hacks)માં પણ અનેકવિધ કામોમાં આવે છે. તો ચાલો જાણીએ….જામફળની છાલને વાપરવાની વિવિધ ટિપ્સ અપનાવીને ઘરને સુગંધિત બનાવવાથી માંડીને નાણાની બચત સુધીના અનેક લાભ પ્રાપ્ત કરો.

જામફળની છાલના પ્રયોગો (Guava Peels Tips)
જામફળની છાલના વિવિધ ઉપયોગો કરીને અનેકવિધ ફાયદા મેળવી શકાય છે. તો જોઇએ કેટલાક ફાયદા…
1. નેચરલ રુમ ફ્રેશનર (Natural Room Freshner)
છાલના પાણીમાં તજ અથવા તો લવિંગ નાખીને ઉકાળી લેવું. એની વરાળ અને સુગંધ આખા ઘરની દુર્ગંધ દૂર કરીને હવાને તરોતાજા કરી દે છે.
2. ક્લીનર બનાવો (House Cleaner)
જામફળની છાલમાંથી તમે બહેતરીન અને સુગંધીદાર ક્લીનર બનાવી શકો છો. આ માટે તમારે જામફળની છાલને પાણીમાં ઉકાળી લેવાની રહેશે અને પછી એને ઠંડુ કરીને એમાં લીંબુનો રસ અને ડૅટોલ મિક્સ કરીને પ્લાસ્ટિકની બોટલમાં ભરી લો. આ મિશ્રણનો ઉપયોગ ફ્રિઝ, માઇક્રોવેવ અને ઘરની અન્ય વસ્તુઓ સ્વચ્છ કરવા માટે કરવામાં આવે છે.

3. છોડ માટે જૈવિક ખાતર બનાવો (Organic Fertilizer)
છોડ માટે ઉત્તમ ફર્ટિલાઇઝર બનાવવા માટે જામફળની છાલનો ઉપયોગ કરી શકાય છે. છાલને ફેંકવાના બદલે એને નાના-નાના ટુકડામાં સમારી લેવી અને ખાતર કે માટીમાં મિક્સ કરી લેવી. છોડને આનાથી નાઇટ્રોજન અને પૉટેશિયમ જેવા આવશ્યક પોષક તત્વો પ્રદાન કરે છે.
4. વાસણોની દુર્ગંધ દૂર કરો (Remove Utensils Smell)
વાસણોની દુર્ગંધ દૂર કરવા માટે જામફળની છાલનો ઉપયોગ કરી શકાય છે. ખાસ કરીને, નૉનવેજ અથવા તો ઇંડા જેવી વસ્તુઓ બનાવ્યા બાદ વાસણમાંથી અત્યંત વાસ આવતી જણાય છે. આથી તમે વાસણના સાબુથી ધોયા પછી એને જામફળની છાલથી એને રગડી લો. આનાથી જીદ્દી ડાઘ પણ તરત જ ગાયબ થઇ જાય છે.
આ પણ વાંચો: ઘઉંના લોટ કે મેંદાના ઉપયોગ વિના બનાવો મખાના પૂરી…પોષણથી ભરપૂર…હૅલ્ધી ટેસ્ટી બ્રેકફાસ્ટ..!
આ પણ વાંચો: ઢાબા સ્ટાઇલ પંજાબી કઢી પકોડા બનાવવાની પરફેક્ટ રીત, જાણી લો ઘરે બનાવવાની ટિપ્સ
આ પણ વાંચો: ભાત વધ્યા હોય તો શું કરવું? નો ટેન્શન…બ્રેકફાસ્ટમાં બનાવો વધેલા ભાતના ચીલા…ઝટપટ ટેસ્ટી રેસિપી..!
