Mystery of Jagannath Puri Temple Gates: ઓડિશાનું જગન્નાથ પુરી મંદિર તેની ભવ્યતા અને રહસ્યો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ મંદિરના ચાર દિશામાં આવેલા ચાર મુખ્ય દ્વાર સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર અને કળિયુગનું પ્રતીક માનવામાં આવે છે. દરેક દ્વાર ભક્તોને જીવનનો એક અલગ અને ગહન સંદેશ આપે છે.
સિંહ દ્રાર (પૂર્વ દિશા) – મોક્ષનું પ્રતીક
મહત્વ: આ મંદિરનો મુખ્ય પ્રવેશદ્વાર છે. એવી માન્યતા છે કે આ દ્વારથી મંદિરમાં પ્રવેશ કરવાથી ભક્તની આત્મા પવિત્ર થઈ જાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
અરુણ સ્તંભ: આ દ્વારની સામે પ્રસિદ્ધ અરુણ સ્તંભ આવેલો છે, જેના પર સૂર્યદેવના સારથિ અરુણ દેવ બિરાજમાન છે. તેના દર્શન માત્રથી શુભ ફળ મળે છે.
અશ્વ દ્રાર (દક્ષિણ દિશા) – વિજયનું પ્રતીક
મહત્વ: તેને ‘વિજય દ્વાર’ પણ કહેવામાં આવે છે. પ્રાચીન સમયમાં રાજાઓ અને યોદ્ધાઓ યુદ્ધમાં જતા પહેલા આ દ્વારે ભગવાનના આશીર્વાદ લેતા હતા.
સંદેશ: આ દ્વાર શક્તિ, સાહસ અને સફળતાનું પ્રતીક છે.
હસ્તી દ્રાર (પશ્ચિમ દિશા) – સમૃદ્ધિનું પ્રતીક (Jagannath Puri)
મહત્વ: હાથીના નામ પરથી બનેલું આ દ્વાર સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે. અહીં ભગવાન ગણેશની મૂર્તિ બિરાજમાન છે.
માન્યતા: ભક્તો માને છે કે આ દ્વારથી પ્રવેશ કરવાથી જીવનમાં ધન, જ્ઞાન અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
વ્યાઘ્ર દ્રાર (ઉત્તર દિશા) – ધર્મનું પ્રતીક
મહત્વ: તેને ‘વાઘ દ્વાર’ પણ કહેવામાં આવે છે, જે ભગવાન વિષ્ણુના નરસિંહ અવતારને સમર્પિત માનવામાં આવે છે.
સંદેશ: આ દ્વાર અધર્મ પર ધર્મની વિજય (Jagannath Puri) અને રક્ષણનું પ્રતીક છે. તે શીખવે છે કે ધર્મની રક્ષા એ જ જીવનનો સાચો ઉદ્દેશ્ય છે.
જગન્નાથ મંદિરના આ ચારેય દ્વારો ભક્તોને મોક્ષ, વિજય, સમૃદ્ધિ અને ધર્મનો માર્ગ બતાવે છે, જે તેને માત્ર તીર્થસ્થાન (Jagannath Puri) જ નહીં પણ જીવન દર્શનનું કેન્દ્ર બનાવે છે.
આ પણ વાંચો: 1,300 સીડીઓ અને ગાયબ થયેલી જાનની કહાની, રાજસ્થાનની આ વાવ કેમ કહેવાય છે ભૂલ-ભૂલામણી?
આ પણ વાંચો:ગાળ બોલવા પર 500 રૂપિયા દંડ, જાણો દેશના આ અનોખા ગામ વિશે




