Not Set/ અમદાવાદ: 13 બેંકોમાંથી 2,549 નકલી નોટો  મળી આવી,પોલીસે નોંધી ફરિયાદ

અમદાવાદ, નોટબંધી પછી પણ રાજ્યમાં નકલી નોટો પકડવવાનો સિલસિલો ચાલુ રહ્યો છે.ગયા વર્ષે સંસદમાં જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાંથી કુલ રૂ. 5,94,87,470 (પાંચ કરોડ પંચાણું લાખ) બનાવટી ચલણી નોટ જપ્ત કરવામાં આવી છે. છેલ્લા ત્રણ મહિનાની જ વાત કરીએ તો અમદાવાદમાં અલગ-અલગ 13 બેંકોમાં 2,549 નકલી અને 54 બંધ કરાયેલી ચલણી નોટો મળી આવી […]

Ahmedabad Gujarat
aaae 1 અમદાવાદ: 13 બેંકોમાંથી 2,549 નકલી નોટો  મળી આવી,પોલીસે નોંધી ફરિયાદ

અમદાવાદ,

નોટબંધી પછી પણ રાજ્યમાં નકલી નોટો પકડવવાનો સિલસિલો ચાલુ રહ્યો છે.ગયા વર્ષે સંસદમાં જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાંથી કુલ રૂ. 5,94,87,470 (પાંચ કરોડ પંચાણું લાખ) બનાવટી ચલણી નોટ જપ્ત કરવામાં આવી છે.

છેલ્લા ત્રણ મહિનાની જ વાત કરીએ તો અમદાવાદમાં અલગ-અલગ 13 બેંકોમાં 2,549 નકલી અને 54 બંધ કરાયેલી ચલણી નોટો મળી આવી છે.

આ અંગે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ફરિયાદ નોંધી છે.

આ ફરિયાદ મુજબ 2,000 રુપિયાની 161 નોટ, 500 રુપિયાની 264 નોટ, 200 રુપિયાની 174 નોટ, 100 રુપિયાની 1,656 નોટ, 50 રુપિયાની 224 નોટ અને 20 રુપિયાની 5 નકલી નોટ અને 10 રુપિયાની 11 નકલી નોટો મળી છે. આ નોટોમાં બંધ થયેલી 1000 અને 500 નોટો પણ છે.

એસઓજીના સૂત્રોએ જણાવ્યું છે કે ઝડપાયેલી નોટોમાંથી કેટલીક નકલી નોટો વધારે ખરાબ થયેલી છે, જ્યારે અન્ય ચલણી નોટોની ઝેરોક્ષ છે.

હજુ ચાર દિવસ પહેલા જ બનાસકાંઠામાં એલ સી બી પોલીસે નકલી નોટ બનાવવાની દેશ વિરોધી પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે, 54 હજારની નકલી નોટો,કોમ્પ્યુટર અને પ્રિન્ટર સહિત ચાર આરોપીઓની અટકાયત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.