Not Set/ અકસ્માત/ હેદલબારી ગામ નજીક બાઈક થાંભલા સાથે ટકરાતાં 3 નાં મોત

વલસાડના કપરાડા તાલુકાનાં હેદલબારી ગામ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ૩ નાં મોત થયા છે જયારે 1 ગંભીર રીતે ઘાયલ થયેલ છે. મળતી માહિતી અનુસાર હેદલબારી ગામ નજીક રોડ પૂરઝડપે પસાર થઈ રહેલું એક બાઈક અચાનક વીજળીનાં થાંભલા સાથે અથડાયું હતું. બાઈક અથડાતાં બાઈક  પર સવાર એક યુવક અને એક યુવતીનુનાં ઘટનાસ્થળ પર જ […]

Gujarat Others
maya અકસ્માત/ હેદલબારી ગામ નજીક બાઈક થાંભલા સાથે ટકરાતાં 3 નાં મોત

વલસાડના કપરાડા તાલુકાનાં હેદલબારી ગામ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ૩ નાં મોત થયા છે જયારે 1 ગંભીર રીતે ઘાયલ થયેલ છે. મળતી માહિતી અનુસાર હેદલબારી ગામ નજીક રોડ પૂરઝડપે પસાર થઈ રહેલું એક બાઈક અચાનક વીજળીનાં થાંભલા સાથે અથડાયું હતું. બાઈક અથડાતાં બાઈક  પર સવાર એક યુવક અને એક યુવતીનુનાં ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. જયારે બાઈક પાછળ બેઠેલી અન્ય એક યુવતીને હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આપને જણાવી દઈએ કે બાઈક ચાલક યુવક મલાલા ગામનો રહેવાસી હતો જેની ઓળખ અજયભાઈ કાબલી તરીકે થઇ હતી. જ્યારે તેની પાછળ બેઠેલી યુવતી વલસાડ જિલ્લાનાં કપરાડા તાલુકાનાં સિલઘા ગામની રહેવાસી હતી જેની ઓળખ રેખાબેન તુબડા નામથી થઇ હતી. બાઈક પર રેખાની મિત્ર પણ સવાર હતી.

ઉલ્લેખનીય છે કે 5 મહિના પહેલાં જ અજય અને રેખાની સગાઈ થઈ હતી. અને થોડા જ સમયમાં તેઓના લગ્ન થવાના હતા. અજય અને રેખાનું મોત અકસ્માતમાં ઘટનાં સ્થળે જ થઈ ગયું હતું.

જણાવીએ કે આ  ત્રણેય જણા સેલવાસમાં કંપનીમાં કામ કરતા હતા અને સાંજે કામ પરથી ઘરે પરત ફરી રહ્યાં હતા. તેઓ ઘરે પહોંચે તે પહેલાં તેઓ કાળ ભરખી ગયો. આ અકસ્માતમાં ભાવિ પતિ અને પત્ની અને તેમની મિત્રનાં એકસાથે 3નાં કરૂણ મોત નિપજતા સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાઇ ગયો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.