Not Set/ કચ્છ : ડાયરેક્ટરના ત્રાસથી 60 વર્ષીય ઠેકેદારની આત્મહત્યા

કચ્છના સામખિયાળીમાં આવેલી ઈલક્ટ્રોથર્મ (ઈટી) કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતાં 60 વર્ષિય ઠેકેદારે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. મળતી વિગતો મુજબ મૂળ પંચમહાલના શહેરા ગામના વતની અને હાલ ભચાઉ તાલુકાના વોંધ ગામે રહેતા ઠેકેદારે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ઠેકેદારે આપઘાત કરતા પહેલા લખેલી સુસાઇડ નોટ પોલીસને હાથ […]

Top Stories Gujarat Others
bhachau suicide કચ્છ : ડાયરેક્ટરના ત્રાસથી 60 વર્ષીય ઠેકેદારની આત્મહત્યા

કચ્છના સામખિયાળીમાં આવેલી ઈલક્ટ્રોથર્મ (ઈટી) કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતાં 60 વર્ષિય ઠેકેદારે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની સનસનીખેજ ઘટના સામે આવી છે.

મળતી વિગતો મુજબ મૂળ પંચમહાલના શહેરા ગામના વતની અને હાલ ભચાઉ તાલુકાના વોંધ ગામે રહેતા ઠેકેદારે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

33f3a3cb 7828 4be6 b072 f20bd07b0dd4 કચ્છ : ડાયરેક્ટરના ત્રાસથી 60 વર્ષીય ઠેકેદારની આત્મહત્યા

ઠેકેદારે આપઘાત કરતા પહેલા લખેલી સુસાઇડ નોટ પોલીસને હાથ લાગી છે. કંપનીના ડાયરેક્ટરના ત્રાસથી કંટાળીને ઠેકેદારે આપઘાત કરતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

આ ઠેકેદાર છેલ્લા બે ત્રણ દિવસથી ભારે ટેંશનમાં હતા. તેમણે સુસાઇડ નોટમાં લખ્યું છે કે શર્મા સર આપ બહોત પાવર કરતે હો. ટાઈમે લેબર કો પેમેન્ટ દો ઔર પાવર કરો. વધારે મારે કંઈ લખવું નથી. બનાવ અંગે ભચાઉ પોલીસે તપાસના ચક્રો કર્યા ગતિમાન કર્યા છે.