Not Set/ રાજ્યમાં દર વર્ષે 8000 લોકોના અકસ્માતમાં મોત, ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસોમાં 1100 ટકાનો વધારો

રાજ્યમાં દિવસે દિવસે અકસ્માતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.એક ચોંકાવનાર આંકડા પ્રમાણે રાજ્યમાં 8,000 લોકોના માર્ગ અકસ્માતથી મોત થાય છે. જયારે સરેરાશ રોજ એક વ્યક્તિ અકસ્માતથી મોતને ભેટે છે. 60 ટકા અકસ્માતો આંખની નબળાઈના કારણે થાય છે તેવો પણ ખુલાસો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આંકડા મુજબ ડ્રિંક એન્ડ ડ્રાઈવથી થતા જીવલેણ અકસ્માતોનો એક જ […]

Gujarat Others
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa 5 રાજ્યમાં દર વર્ષે 8000 લોકોના અકસ્માતમાં મોત, ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસોમાં 1100 ટકાનો વધારો

રાજ્યમાં દિવસે દિવસે અકસ્માતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.એક ચોંકાવનાર આંકડા પ્રમાણે રાજ્યમાં 8,000 લોકોના માર્ગ અકસ્માતથી મોત થાય છે. જયારે સરેરાશ રોજ એક વ્યક્તિ અકસ્માતથી મોતને ભેટે છે. 60 ટકા અકસ્માતો આંખની નબળાઈના કારણે થાય છે તેવો પણ ખુલાસો કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારના આંકડા મુજબ ડ્રિંક એન્ડ ડ્રાઈવથી થતા જીવલેણ અકસ્માતોનો એક જ વર્ષમાં રાજ્યમાં 1100 ટકાનો વધારો થયો છે. આંકડા મુજબ વર્ષ 2017માં ડ્રિંક એન્ડ ડ્રાઈવથી થયેલા અકસ્માતમાં કુલ 10 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો, જે 2018માં વધીને 122 સુધી પહોંચી ગયો.

રિપોર્ટ મુજબ 2018માં ભયજનક અથવા બેદરકારીભરી રીતે ડ્રાઈવિંગ, ઓવરટેકિંગ વગેરેના 2620 જેટલા કેસો રિપોર્ટ થયા હતા, જેમાં 1195 લોકોના મોત થયા. વર્ષ 2017માં આવા 2469 કેસો નોંધાયા હતા અને તેમાં 1082 લોકો મૃત્યુ પામ્યા હચા. આમ 2018માં મૃત્યુઆંકમાં 10.4 ટકાનો વધારો નોંધાયો હતો.

રાજ્યના રોડ એન્ડ સેફ્ટી ઓથોરિટી ગુજરાતના ચીફ એન્ફોર્સમેન્ટ ઓફિસર એસ.એ. મોજણીદારના કહેવા પ્રમાણે અકસ્માત રોકવા રસ્તામાં નડતરરૂપ બાંધકામો અને ઝાડ દૂર કરાશે.

રાજ્યભરમાં વધતા જતા માર્ગ અકસ્માતોને નિવારવા એક્સિડન્ટ બ્લેક સ્પોટ શોધી કાઢવાનો નિર્ણય કરાયો છે. જે માટે રાજ્યના આર એન્ડ બી વિભાગ, વાહન વ્યવહાર વિભાગ અને પોલીસ વિભાગને રાજ્ય સરકાર અને રોડ સેફ્ટી કાઉન્સીલ તરફથી આ સૂચના આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.