Not Set/ સાવજોનું વેકેશન પૂરું, પ્રવાસીઓ માટે ખુલી ગયા ગીર જંગલના દ્વાર

દિવાળીના વેકેશન પહેલા જ પ્રવાસીઓ હવે ગીરના અભયારણ્યની મુલાકાત કરી શકશે, સિંહોનો સંવનન સમય ગાળો પુરો થતા આજથી હવે ગીર સફારીમાં પ્રવાસીઓ જઇ રહ્યાં છે, ચોમાસામાં 15 જૂનથી ગીર અભયારણ્ય બંધ કરી દેવામાં આવ્યું હતુ, આ સમયગાળો પ્રાણીઓના સંવનનનો હોય છે, જેથી તેમને ખલેલ ન પહોંચે તે માટે જંગલની મુલાકાત બંધ કરી દેવાઇ હતી. આજે […]

Gujarat Others
aamahi 8 સાવજોનું વેકેશન પૂરું, પ્રવાસીઓ માટે ખુલી ગયા ગીર જંગલના દ્વાર

દિવાળીના વેકેશન પહેલા જ પ્રવાસીઓ હવે ગીરના અભયારણ્યની મુલાકાત કરી શકશે, સિંહોનો સંવનન સમય ગાળો પુરો થતા આજથી હવે ગીર સફારીમાં પ્રવાસીઓ જઇ રહ્યાં છે, ચોમાસામાં 15 જૂનથી ગીર અભયારણ્ય બંધ કરી દેવામાં આવ્યું હતુ, આ સમયગાળો પ્રાણીઓના સંવનનનો હોય છે, જેથી તેમને ખલેલ ન પહોંચે તે માટે જંગલની મુલાકાત બંધ કરી દેવાઇ હતી.

આજે 4 મહિનાનું વેકેશન પુરૂ થતા સવારથી જ પ્રવાસીઓની ભીડ જોવા મળી હતી, દિવાળીનું વેકેશન પણ આવી રહ્યું છે, જેને લઇને મોટી સંખ્યામાં અહી પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે, સિંહોનું ગીર અભયારણ્ય ભારત અને દુનિયામાં જાણીતુ બન્યું છે, અહીના એશિયાટીક સિંહોને જોવા આવતા પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.