Not Set/ અમદાવાદ : સગીરાની છેડતીના કેસમાં આરોપીને પાંચ વર્ષની સજા

અમદાવાદ, અમદાવાદના માધુપુરા વિસ્તારમાં 11 વર્ષની બાળકી સાથે અડપલાં કરનાર આરોપી ગિરીશ ઉર્ફે ડેની ચૌહાણને પોક્સોનાં ખાસ જજ એન પી ચૌહાણએ સરકારી વકીલ ભરત પટણીની દલીલો અને રજૂઆતોને આધારે ગુનેગાર ઠરાવીને પાંચ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. કોર્ટે નોંધ્યું છે કે 11  વર્ષની બાળકીની સાથે શારીરિક અડપલાં કરવાનું પુરવાર થાય છે ત્યારે આવા કિસ્સામાં […]

Ahmedabad Gujarat
aaaaaaaaamm 5 અમદાવાદ : સગીરાની છેડતીના કેસમાં આરોપીને પાંચ વર્ષની સજા

અમદાવાદ,

અમદાવાદના માધુપુરા વિસ્તારમાં 11 વર્ષની બાળકી સાથે અડપલાં કરનાર આરોપી ગિરીશ ઉર્ફે ડેની ચૌહાણને પોક્સોનાં ખાસ જજ એન પી ચૌહાણએ સરકારી વકીલ ભરત પટણીની દલીલો અને રજૂઆતોને આધારે ગુનેગાર ઠરાવીને પાંચ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે.

કોર્ટે નોંધ્યું છે કે 11  વર્ષની બાળકીની સાથે શારીરિક અડપલાં કરવાનું પુરવાર થાય છે ત્યારે આવા કિસ્સામાં સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીને કડક સજા ફટકારવી ન્યાયહિતમાં છે.

ગિરીશ ચૌહાણે ગત 9-6-2019ના રોજ માધુપુરા વિસ્તારમાં રહેતી 11 વર્ષની બાળકીને 10 રૂપિયા આપીને સફરજન ઘરે મંગાવીને તેની સાથે અડપલાં કર્યા હતા. પીડિત પરિવારે ફરિયાદ કરતા પોલીસે આરોપી ગિરીશ ઉર્ફે ડેનીની ધરપકડ કરીને કોર્ટમાં કેસ મુક્યો હતો.

જે કેસ ચાલી જતા સરકારી વકીલ ભરત પટણી એ છ સાક્ષીઓ અને દસ્તાવેજોના આધારે કેસ પુરવાર કરીને કોર્ટને જણાવ્યું હતું કે બાળકીઓ સાથે અડપલાંના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે આવા ગુણ પુરવાર થાય તો સમાજમાં દાખલો બેસાડવા માટે  કડકમાં કડક સજા ફટકારવી જોઈએ.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.