Not Set/ યુવતીનું છપાક થતા રહી ગયું, યુવકે એસિડ ફેંકવાની આપી ધમકી

તાજેતરમાં જ રાજ્યમાં બળાત્કાર અને છેડતીના કિસ્સા દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી એક યુવતીએ તેના પાડોશી યુવક સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં યુવતીએ જણાવ્યું કે જ્યારે ઘરે એકલી હતી ત્યારે પધોશી યુવક તેના ઘરે આવ્યો અને તેની છેડતી કરવા લાગ્યા એટલું જ નહીં યુવકે યુવતીએ ઘમકી આપી કે જો તું કોઈ […]

Ahmedabad Gujarat
aaaaaaaaaaaaaaaaaaaaaaaaamaya 7 યુવતીનું છપાક થતા રહી ગયું, યુવકે એસિડ ફેંકવાની આપી ધમકી

તાજેતરમાં જ રાજ્યમાં બળાત્કાર અને છેડતીના કિસ્સા દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી એક યુવતીએ તેના પાડોશી યુવક સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં યુવતીએ જણાવ્યું કે જ્યારે ઘરે એકલી હતી ત્યારે પધોશી યુવક તેના ઘરે આવ્યો અને તેની છેડતી કરવા લાગ્યા એટલું જ નહીં યુવકે યુવતીએ ઘમકી આપી કે જો તું કોઈ બીજા સાથે લગ્ન કરીશ તો હું તારા પર એસિડ છાટી દઈશ. આવી ઘમકી આપ્યા બાદ યુવક ફરાર થઇ ગ્ગ્યો હતો.આ મામલે કૃષ્ણનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર  નવા નરોડામાં તેના પરિવાર સાથે રહેતી એક યુવતીને તેના પાડોશીએ એસિડ એટેકની ઘમકી આપી છે. આ યુવતી તેના પરિવાર સાથે  રહે છે તેના પરિવારમાં  માતાપિતા ભાઈ બહેન છે. પિતા ખાતર વેચવાનો વેપાર કરે છે. થોડા દિવસ પહેલાં યુવતીના માતાપિતા મરણ પ્રસંગે વતન ગયા હતા.

ત્યારે આ યુવતી ઘરમાં એકલી હતી. તેના ઘર નજીક રહેતો એક યુવક આ યુવતીના એકતરફી પ્રેમમાં હતો. યુવતિ ઘરે એકલી હોવાનો ફાયદો ઉઠાવી તેના ઘરે પહોંચી ગયો હતો. બાદમાં શારીરિક અડપલાં કરી યુવકે યુવતીને ધમકી આપી હતી.

જ્યારે રાત્રે માતા પિતા ઘરે પરત આવતા ત્યારે યુવતીએ આ બાબતની જાણ કરી હતી. જે બાદ યુવતીના પિતાએ કૃષ્ણનગર પોલીસસ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.