Not Set/ અમદાવાદ/ ચાકુની અણીએ મહિલા પર આચર્યું દુષ્કર્મ,રોષે ભરાયેલ લોકોએ આરોપીનો ટકો કર્યો

અમદાવાદના વેજલપુરમાં ચપ્પાની અણીએ મહિલા પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી.એટલું જ નહીં દુષ્કર્મ આચરીને આરોપીએ મહિલાના ફોટો પણ વાયરલ કર્યા. આ ઘટનાના પગલે લોકોએ આરોપીને જાહેરમાં ઉઠક બેઠક કરાવીને માફી મંગાવતો વીડિયો ઉતાર્યો હતો. દુષ્કર્મ પહેલા આરોપીઓ ટુવ્હીલર લઈને પેટ્રોલ ભરાવવા ગયા હતા. ત્યાંના CCTV  પણ સામે આવ્યા છે. જેમાં બે આરોપી એક […]

Ahmedabad Gujarat
Untitled 138 અમદાવાદ/ ચાકુની અણીએ મહિલા પર આચર્યું દુષ્કર્મ,રોષે ભરાયેલ લોકોએ આરોપીનો ટકો કર્યો

અમદાવાદના વેજલપુરમાં ચપ્પાની અણીએ મહિલા પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી.એટલું જ નહીં દુષ્કર્મ આચરીને આરોપીએ મહિલાના ફોટો પણ વાયરલ કર્યા. આ ઘટનાના પગલે લોકોએ આરોપીને જાહેરમાં ઉઠક બેઠક કરાવીને માફી મંગાવતો વીડિયો ઉતાર્યો હતો.

દુષ્કર્મ પહેલા આરોપીઓ ટુવ્હીલર લઈને પેટ્રોલ ભરાવવા ગયા હતા. ત્યાંના CCTV  પણ સામે આવ્યા છે. જેમાં બે આરોપી એક મહિલાને લઈને પેટ્રોલ પંપ પર આવે. પેટ્રોલ ભરાવ્યા બાદ મહિલા સાથે માથાકૂટ કરે છે. અને મહિલાને બળજબરી ટુવ્હીલર પર બેસાડે છે.

આરોપી મહિલાને ફતેહવાડી કેનાલ પાસે લઈ જાય છે અને બળજબરીપૂવર્ક દુષ્કર્મ આચરે છે.સમગ્ર ઘટના અંગે પીડિતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ગુજરાતમાં દિવસેને દિવસે દુષ્કર્મના કેસો વધતા જાય છે. વડોદરા, સુરત, રાજકોટ અને હવે અમદાવાદમાં પણ દુષ્કર્મની ઘટના સામે અવી છે. આવામાં ગુજરાત વિધાનસભાના શિયાળા સત્રમાં રૂપાણી સરકારે વિધાનસભામાં દુષ્કર્મના આંકડાઓ રજૂ કર્યા છે. ગુજરાત મોડલની દરેક જગ્યાએ વાતો કરતા મોદીના ગુજરાતમાં જ મહિલાઓ અને બાળકીઓ સુરક્ષીત નથી. આંકડાઓ અનુસાર, દર ગુજરાતમાં દર 7 કલાકે દુષ્કર્મની એક ઘટના બને છે. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 6,116 દુષ્કર્મના કેસો નોંધાયા છે. ગુજરાતની આર્થિક રાજધાની ગણાતુ અમદાવાદમાં સૌથી વધારે 1046 કેસો નોંધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.