Not Set/ BMW હીટ એન્ડ રન કેસનો આરોપી વિસ્મય અને તેની પત્ની સહિત 6 લોકો દારૂ પીતા પકડાયા

અમદાવાદ, અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં થયેલા ચર્ચાસ્પદ બીએમડબલ્યુ હિટ એન્ડ રન કેસનો આરોપી વિસ્મય શાહ ગત મોડી રાત્રે દારૂની મહેફિલ માણતો ઝડપાયો છે.આ ચકચારભર્યા હીટ એન્ડ રન કેસમાં વિસ્મય શાહ જામીન પર છે. પોલીસે જે દારૂની રેડ કરી તેમાં વિસ્મય શાહની પત્ની પૂજા શાહ સહિત 6 લોકો પકડાયા છે. ગાંધીનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગાંધીનગર-અડાલજ હાઇવે […]

Top Stories Ahmedabad Gujarat
bbj BMW હીટ એન્ડ રન કેસનો આરોપી વિસ્મય અને તેની પત્ની સહિત 6 લોકો દારૂ પીતા પકડાયા
અમદાવાદ,
અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં થયેલા ચર્ચાસ્પદ બીએમડબલ્યુ હિટ એન્ડ રન કેસનો આરોપી વિસ્મય શાહ ગત મોડી રાત્રે દારૂની મહેફિલ માણતો ઝડપાયો છે.આ ચકચારભર્યા હીટ એન્ડ રન કેસમાં વિસ્મય શાહ જામીન પર છે. પોલીસે જે દારૂની રેડ કરી તેમાં વિસ્મય શાહની પત્ની પૂજા શાહ સહિત 6 લોકો પકડાયા છે.
ગાંધીનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગાંધીનગર-અડાલજ હાઇવે પર આવેલા બાલજી કુટિરમાં મંગળવારે રાતે 10 વાગ્યાની આસપાસ સર્ચ કરવામાં આવ્યું હતું.જેમાં દારૂની મહેફિલ માણતા 6 લોકોની અટકાયત કરાઇ હતી.
પોલીસને દારૂની મહેફિલ સાથે હુક્કા પણ મળી આવ્યા હતા.જે ફાર્મ હાઉસ પર પોલીસની રેડ થઈ તે વિસ્મય શાહના સંબંધી આશિષ શાહનું હોવાનું કહેવાય છે. વિસ્મય શાહની સાથે તેની પત્ની પૂજા શાહ, વિસ્મયનો ભાઇ ચિન્મય શાહ, વીએસ હોસ્પિટલમાં ડૉકટર તરીકે ફરજ બજાવતા નીમા શાહ, હર્ષ મજુમદાર અને જાણીતા બિલ્ડરનો દીકરો મંથન ગણાત્રા પણ આ મહેફિલમાં સામેલ હતા. આ તમામને સિવિલ હોસ્પિટલમાં તપાસ અર્થે મોકલાયા છે.
વિસ્મય શાહના ગઇ 13મી ડિસેમ્બરના રોજ લગ્ન થયા હતા અને લગ્ન બાદની આ દારૂ પાર્ટીનું ખાસ આયોજન ફાર્મ હાઉસ પર કરાયું હતું.