Not Set/ અમદાવાદ: કોલ સેન્ટરનો પર્દાફાશ, અમેરીકન નાગરીકો સાથે કરતા હતા છેતરપીંડી

અમદાવાદ અમદાવાદના નિકોલમાં ચાલતાં ગેરકાયદે કોલ સેન્ટરનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સાથે જ 4 જેટલા આરોપીને પકડીને રૂપિયા 2લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો ઉપરાંત મેજીક રાઉટર,લેપટોપ,ઈન્ટર્નેટ રાઉટર,મેજીક કાર્ડ અને રોકડ રકમ સહિત  રુપીયા 2 લાખ 17 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે નિકોલના દિવ્યજીવન સ્માર્ટ હોમના એક મકાનમાં ગેરકાયદે કોલ સેન્ટર ધમધમતું હતું. […]

Gujarat
a9b6a730 7fd7 4591 91b2 12061e398187 અમદાવાદ: કોલ સેન્ટરનો પર્દાફાશ, અમેરીકન નાગરીકો સાથે કરતા હતા છેતરપીંડી

અમદાવાદ

અમદાવાદના નિકોલમાં ચાલતાં ગેરકાયદે કોલ સેન્ટરનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સાથે જ 4 જેટલા આરોપીને પકડીને રૂપિયા 2લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો ઉપરાંત મેજીક રાઉટર,લેપટોપ,ઈન્ટર્નેટ રાઉટર,મેજીક કાર્ડ અને રોકડ રકમ સહિત  રુપીયા 2 લાખ 17 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે નિકોલના દિવ્યજીવન સ્માર્ટ હોમના એક મકાનમાં ગેરકાયદે કોલ સેન્ટર ધમધમતું હતું.

આ ગેરકાયદે કોલસેન્ટરમાં અમેરિકાના નાગરિકોને ફોન કરીને કોમન વેલ્થ મેન કંપનીના એડમ વાઇટના નામે ઓળખ આપતા હતા અને લાલચ આપીને ખોટી રીતે પૈસા પડાવી છેતરપિંડી આચરતા હતા.

જો કે આ ગેરકાયદે કોલસેન્ટર ધમધમતું હોવાની બાતમી મળતાં ઝોન-5 ડીસીપીને મળી હતી. જેના આધારે સ્પેશિયસ સ્કવોર્ડએ દરોડા પાડ્યા હતા અને ચાર આરોપીને ઝડપી પાડ્યા હતા. આ ચાર આરોપીમાં કરણ ભટ્ટ, રાકેશ સિંગ, કૈલાસ મોહનલાલ, રાહુલ કોષ્ઠીનો સમાવેશ થાય છે. ત્યારે હવે હાલતો પોલીસે આ ચારેયા આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.