Not Set/ બુક ફેરની પ્રેસ કોન્ફરન્સમાં એક્સપાયરી ડેટ વાળું બોટલનું પાણી પીવા માટે અપાયું

  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય ખાતું ચેકિંગ કરીને સ્વાસ્થ્યને નુકસાનકારક વસ્તુનો નાશ કરીને લોકો પાસે દંડ વસૂલે છે, જો કે વાડ જ ચીભડા ગળે તે રીતે કોર્પોરેશનની પ્રેસમાં લોકોને એક્સપાયરી ડેટ વાળી પીવાના પાણીની બોટલ આપવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા મેયરની અધ્યક્ષતામાં બુક ફેરની પ્રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમા માર્ચ માસમા મેન્યુફેક્ચરીંગ કરેલી […]

Ahmedabad Gujarat Trending
mantavya 179 બુક ફેરની પ્રેસ કોન્ફરન્સમાં એક્સપાયરી ડેટ વાળું બોટલનું પાણી પીવા માટે અપાયું

 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય ખાતું ચેકિંગ કરીને સ્વાસ્થ્યને નુકસાનકારક વસ્તુનો નાશ કરીને લોકો પાસે દંડ વસૂલે છે, જો કે વાડ જ ચીભડા ગળે તે રીતે કોર્પોરેશનની પ્રેસમાં લોકોને એક્સપાયરી ડેટ વાળી પીવાના પાણીની બોટલ આપવામાં આવી હતી.

mantavya 180 બુક ફેરની પ્રેસ કોન્ફરન્સમાં એક્સપાયરી ડેટ વાળું બોટલનું પાણી પીવા માટે અપાયું

કોર્પોરેશન દ્વારા મેયરની અધ્યક્ષતામાં બુક ફેરની પ્રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમા માર્ચ માસમા મેન્યુફેક્ચરીંગ કરેલી એએમસી જળની બોટલ પીવા માટે આપવામાં આવી.

mantavya 181 બુક ફેરની પ્રેસ કોન્ફરન્સમાં એક્સપાયરી ડેટ વાળું બોટલનું પાણી પીવા માટે અપાયું

આ બોટલનો છ મહિના સુધી વપરાશ કરી શકાય એટલે કે સપ્ટેમ્બર માસ પછી તેનો ઉપયોગ કરી શકાય નહીં.

mantavya 182 બુક ફેરની પ્રેસ કોન્ફરન્સમાં એક્સપાયરી ડેટ વાળું બોટલનું પાણી પીવા માટે અપાયું

છતાં  આવું પાણી પીવા માટે આપવામાં આવ્યું જે કોર્પોરેશનની ઘોર બેદરકારી દર્શાવે છે. કોર્પોરેશન દ્વારા બજારમા પાણીની બોટલોનું વેચાણ પણ કરવામાં આવે છે ત્યારે બજારમાં  પણ એક્સપાયરી પાણીની બોટલો નથી વેચાતીને?  તેની પણ તપાસ થવી જોઈએ..જો આવુ પાણી પાવાથી કોઇના આરોગ્યને નુકશાન થાય તો તેની જવાબદારી કોની? આ અંગે તાપાસ કરવાની વાત કરીને મ્યુનિસિપલ કમીશનર છટકી ગયા હતા