Not Set/ અમદાવાદ: કુશલ હાઉસ પર IT ના દરોડા

અમદાવાદ, અમદાવાદમાં ઇન્કમટેક્ષ વિભાગે ફરી એકવાર દરોડા પાડીને સપાટો બોલાવ્યો છે, શહેરનાં સીજી રોડ પર આવેલી કુશલ લિમિટેડની ઓફિસ પર સવારે પાંચ વાગેનાં સુમારે દરોડા પાડ્યા હતા અને બપોર સુધી આઇટી વિભાગનું સર્ચ ઓપરેશન ચાલુ જ જોવા મળ્યુ હતુ. જેનાં કારણે કરચોરી કરતાં અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે. ઇનકમટેક્ષ વિભાગ ફરી એકવાર સક્રિય […]

Ahmedabad Top Stories Gujarat
hhb 10 અમદાવાદ: કુશલ હાઉસ પર IT ના દરોડા

અમદાવાદ,

અમદાવાદમાં ઇન્કમટેક્ષ વિભાગે ફરી એકવાર દરોડા પાડીને સપાટો બોલાવ્યો છે, શહેરનાં સીજી રોડ પર આવેલી કુશલ લિમિટેડની ઓફિસ પર સવારે પાંચ વાગેનાં સુમારે દરોડા પાડ્યા હતા અને બપોર સુધી આઇટી વિભાગનું સર્ચ ઓપરેશન ચાલુ જ જોવા મળ્યુ હતુ. જેનાં કારણે કરચોરી કરતાં અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે.

ઇનકમટેક્ષ વિભાગ ફરી એકવાર સક્રિય બન્યુ હોય તેમ લાગી રહ્યુ છે, નાનાથી લઇને મોટા જે વેપારીઓ કરચોરી કરતા હોય તેમનાં ત્યાં દરોડા પાડીને સધન તપાસ હાથ ધરવામાં આવી છે, ત્રણ દિવસ પહેલાં જ શહેરમાં રિધ્ધી સિધ્ધી ગ્લુકો બાયોલ્સ લીમીટેડ પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં આઇટી વિભાગને 4.51 કરોડની રોકડ રકમ ઝડપવામાં સફળતા મળી હતી ત્યારે ઇન્કમ ટેક્ષ વિભાગે ચોક્કસ બાતમીનાં આધારે મંગળવારે સવારે 5 વાગે સીજી રોડ પર જ આવેલી કુશલ લીમીટેડ કંપનીમાં રેડ કરી હતી.

મહત્વનું કહી શકાય કે ઇન્કમટેક્ષ વિભાગે શરૂ કરેલુ સર્ચ ઓપરેશન બપોર સુધી ચાલુ જ હતુ તેમજ અમદાવાદ સહિત રાજ્યમાં 22 જગ્યાઓએ આઇટી વિભાગે દરોડા પાડ્યા હતા તેમજ 12 સ્થળોએ સર્ચ ઓપરેશન અને 10 જેટલી જગ્યાઓએ સર્વેની કામગીરી હાથ ધરાઇ હતી.ગાંધીધામ અને ખેડામાં પણ આવકવેરાએ કુશલ લીમીટેડનાં બેનામી વ્યવહારો પર તપાસ કરાઇ હતી. આ કામગીરીમાં ઇન્કમટેક્ષનાં 80 થી વધુ અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા હોવાનું પણ સામે આવ્યુ છે અને તપાસનાં અંતે કરોડોનાં બેનામી વ્યવહારો મળે તેવી પણ સંભાવના જોવા મળી રહી છે.

ગુજરાતમાં ઇનકમટેક્ષ વિભાગે અલગ અલગ જગ્યાઓ પર તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, મહત્વનું કહી શકાય કે કુશલ ટ્રેડલીંક શેરબજારનાં વેપારની કામગીરી કરતી કંપની છે, ત્યારે અમદાવાદમાં છેલ્લાં એક વર્ષથી કુશલનાં બોર્ડ મોટા ભાગનાં વીજળીનાં થાંભલાઓ પર જોવા મળતા હતા ત્યારે ચોક્કસ બાતમીનાં આધારે આઇટીનાં દરોડાની કામગીરી હાથ ધરાઇ છે અને આ તમામ કામગીરીનાં અંતે ઇનકમટેક્ષ વિભાગને કરોડોનાં બેનામી વ્યવહારો મળી આવે તો નવાઇ નહી.