Not Set/ શર્મજનક ઘટના: કાલુપુર સ્વામીનારાયણ મંદિરનાં સ્વામી સામે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કર્યાની ફરિયાદ

અમદાવાદ, ધર્મ સંસ્થાઓ અને શિક્ષણ સંસ્થાઓને તો પવિત્ર સ્થાન માનવામાં આવે છે. આજકાલ શિક્ષણ સંસ્થા હોય કે ધર્મસ્થાન દરેક જગ્યા પરથી ગુનાહિત પ્રવૃત્તિના સમાચાર સામે આવતા રહે છે. આજે એક પ્રખ્યાત ધર્મ સંસ્થા માટે શર્મજનક ઘટના સામે આવી છે. અમદાવાદના પ્રખ્યાત કાલુપુર સ્વામી નારાયણ મંદિરના સ્વામી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. કાલુપુર […]

Ahmedabad Top Stories Gujarat
mantavya 154 શર્મજનક ઘટના: કાલુપુર સ્વામીનારાયણ મંદિરનાં સ્વામી સામે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કર્યાની ફરિયાદ

અમદાવાદ,

ધર્મ સંસ્થાઓ અને શિક્ષણ સંસ્થાઓને તો પવિત્ર સ્થાન માનવામાં આવે છે. આજકાલ શિક્ષણ સંસ્થા હોય કે ધર્મસ્થાન દરેક જગ્યા પરથી ગુનાહિત પ્રવૃત્તિના સમાચાર સામે આવતા રહે છે.

આજે એક પ્રખ્યાત ધર્મ સંસ્થા માટે શર્મજનક ઘટના સામે આવી છે. અમદાવાદના પ્રખ્યાત કાલુપુર સ્વામી નારાયણ મંદિરના સ્વામી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.

કાલુપુર સ્વામી નારાયણ મંદિરના સ્વામી વિરુદ્ધ એક 24 વર્ષના યુવકે ફરિયાદ નોંધાવી છે. કાલુપુર મંદિરના વિશ્વેસ્વરૂપ સ્વામી વિરુદ્ધ આ ફરિયાદ નોંધાઈ છે.

લોઅર ઉતારીને તેની સાથે જબરદસ્તીથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

જો કે યુવકના પગમાં ઇજા થઇ હોવાથી તેને વિશ્વેસ્વરૂપને કાર પર કવર ચડાવવાની મનાઈ કરી હતી.યુવકની ફરિયાદ પ્રમાણે તેણે કામની મનાઈ કરતાં વિશ્વેસ્વરૂપ ગુસ્સે થયા હતા અને તેના શર્ટનો કોલર પકડી છાતીના ભાગે અડપલાં કર્યા હતા.

યુવકની ફરિયાદ પ્રમાણે વિશ્વેસ્વરૂપએ તેનું લોઅર ઉતારીને તેની સાથે જબરદસ્તીથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. પોતાની સાથે આવું દુષ્કર્મ થવાથી યુવક ખૂબ ડરી ગયો હતો અને તેણે પોલીસ કંટ્રોલમાં મેસેજ કરવા પ્રયત્ન કર્યો તો એ પણ સાધુએ ના કરવા દીધો. આખરે યુવકે તેના પિતાને જાણ કરતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

અ’વાદ: સાત વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર મૌલવીને કોર્ટે ફટકારી આજીવન કેદની સખત સજા

પોલીસના જણાવ્યા અનુસાર સંસ્થામાં રહેતા એક 24 વર્ષીય યુવકે કાલુપુર સ્વામી નારાયણ મંદિરના સ્વામી વિશ્વેસ્વરૂપ વિરુદ્ધ માર માર્યાની અને સૃષ્ટી વિરુદ્ધ કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે.

યુવકે ફરિયાદમાં જણાવ્યું છે કે, મે ગાડી સાફ કરવાની મનાઈ કરતા મને વિશ્વેસ્વરૂપ સ્વામી દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ મને રૂમમાં લઈ જઈ મારી સાથે શ્રુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે કાલુપુર સ્વામી નારાયણ મંદિર પહોંચી આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.