Not Set/ અમદાવાદ નથી સલામત, એક જ દિવસમાં 3 સગીર ગુમ થવાની ફરિયાદ થઈ

અમદાવાદમાં એક જ દિવસમાં 3 બાળકો ગુમ થઈ જતા અપહરણની ફરિયાદ નોંધાઇ છે.સગીરવયના આ ત્રણેય બાળકોમાં બે છોકરા તથા એક છોકરીનો સમાવેશ થાય છે. શહેરના બાપુનગરમાં સુદરમનગર નજીક અન્સાર નગરમાં રહેતા ઈરફાન ખાન પઠાણએ ફરીયાદ નોધાવી છે કે તેઓ પાચ ભાઈ તથા ચાર બહેનો છે જેમાં શાહરુખખાનની ઉમર 14 વર્ષની છે કેટલાંક દિવસ અગાઉ શાહરૂખ […]

Ahmedabad Gujarat
mayaaa 7 અમદાવાદ નથી સલામત, એક જ દિવસમાં 3 સગીર ગુમ થવાની ફરિયાદ થઈ

અમદાવાદમાં એક જ દિવસમાં 3 બાળકો ગુમ થઈ જતા અપહરણની ફરિયાદ નોંધાઇ છે.સગીરવયના આ ત્રણેય બાળકોમાં બે છોકરા તથા એક છોકરીનો સમાવેશ થાય છે.

શહેરના બાપુનગરમાં સુદરમનગર નજીક અન્સાર નગરમાં રહેતા ઈરફાન ખાન પઠાણએ ફરીયાદ નોધાવી છે કે તેઓ પાચ ભાઈ તથા ચાર બહેનો છે જેમાં શાહરુખખાનની ઉમર 14 વર્ષની છે કેટલાંક દિવસ અગાઉ શાહરૂખ રાત્રે જમીને ઘર બહાર આટો મારવા ગયો હતો જા કે મોડી રાત સુધી પરત ન ફરતા ઈરફાનભાઈ તેને શોધવા નીકળ્યા હતા જા કે તે મળી આવ્યો ન હતો.

અમદાવાદના ઈસનપુરની સ્નેહકુંજ સોસાયટીમાં રહેતા રાકેશભાઈના પત્નીનું થોડા સમય અગાઉ બિમારીમાં મૃત્યુ થયા બાદ પોતે જ તેમના 11 વર્ષના પુત્ર અને 16 વર્ષની પુત્રીનો ઉછેર કરતા હતા.

થોડા દિવસ અગાઉ દસ ધોરણ ભણેલી તનીષા સવારે સ્કુલબેગ લઈને બહેનપણીને ત્યા ભણવા જવાનું કહીને નીકળી હતી પરંતુ મોડી રાત સુધી તે પરત ન ફરતા રાકેશભાઈ તેની શોધખોળ શરૂ કરી હતી તેમ છતાં તનીષા કયાય ન મળી આવતા તેમણે પોલીસ ફરીયાદ કરી છે.

દાહોદમાં ધાનપુર તાલુકા રહેતા માવસિગભાઈ મોહનીયા મજુરી કરી પરીવારનું ગુજરાત ચલાવે છે તેમને સંતાનમાં 5 દિકરા છે.આ સંતાનોમાં 15 વર્ષનો  અનીલ ગાંધીનગર મોટા ચિલોડા ખાતે ઓમ લેન્ડમાર્ક શાળામાં આઠમાં ધોરણમાં ભણે છે.અનિલનું વેકેશન પુરુ થતાં કાકા ખુમાભાઈ તેને અમદાવાદ ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ ખાતે મુકી આવ્યા હતા જા કે રાત્રે માવસીગભાઈએ અનીલની ભાઈ મેળવવા શાળાના હોસ્ટેલમાં ફોન કરતાં તેમણે તે આવ્યો હોવાનો ઈન્કાર કર્યો હતો જેથી તાબડતોડ માવસીગભાઈ પરીવાર સહીત ગીતામંદિર ખાતે આવી શોધખોળ કરી હીત જા કે તેમા કોઈ સગડ ન મળતા છેવટે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અનીલના અપહરણની ફરીયાદ નોધાવી છે.

આમ અમદાવાદમાંથી સગીર વયના 3 બાળકો ગાયબ થઈ જતા ઉચ્ચ અધિકારીઓએ ગંભીરતાથી તપાસ શરૂ કરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.