Not Set/ અમદાવાદનાં ઘોડાસર ચાર રસ્તા પર 70 કરોડના ખર્ચે બનશે ઓવરબ્રિજ

અમદાવાદ, અમદાવાદ સ્થિત ઘોડાસર ચાર રસ્તા પર સ્પ્લિટ ઓવરબ્રિજ બનવા જઈ રહ્યો છે. જેને હયાત કેડીલા બ્રિજના ભાગને સાથે પણ જોડવામાં આવશે. હાલની કેડીલા બ્રિજની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો તેની બંને બાજુના પિચિંગ ડેમેજ થયેલા છે. તેને ઠીક કરવા માટે તેની જગ્યાએ તેને કબજામાં લેતી એક દીવાલ બનાવવામાં આવશે અને બંને બાજુ એક-એક […]

Ahmedabad Gujarat
EMS C T M03 અમદાવાદનાં ઘોડાસર ચાર રસ્તા પર 70 કરોડના ખર્ચે બનશે ઓવરબ્રિજ

અમદાવાદ,

અમદાવાદ સ્થિત ઘોડાસર ચાર રસ્તા પર સ્પ્લિટ ઓવરબ્રિજ બનવા જઈ રહ્યો છે. જેને હયાત કેડીલા બ્રિજના ભાગને સાથે પણ જોડવામાં આવશે. હાલની કેડીલા બ્રિજની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો તેની બંને બાજુના પિચિંગ ડેમેજ થયેલા છે. તેને ઠીક કરવા માટે તેની જગ્યાએ તેને કબજામાં લેતી એક દીવાલ બનાવવામાં આવશે અને બંને બાજુ એક-એક લેન વધારવામાં આવશે. આ કારણે નારોલ એક્સપ્રેસ વે સુધીના થતા ટ્રાફિકમાં ઘટાડો થશે સાથોસાથ ઘોડાસર ચાર રસ્તા પર થતી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવશે.

23 1525637233 અમદાવાદનાં ઘોડાસર ચાર રસ્તા પર 70 કરોડના ખર્ચે બનશે ઓવરબ્રિજ

#ઉપર્ત્યુક્ત દ્રશ્યમાન ચિત્ર પ્રતીકાત્મક છે.

ઘોડાસર બ્રિજ:-

ઘોડાસર બ્રિજ પર પ્રતિદિન અંદાજે સવા લાખ વાહનો અવાર-જવર કરે છે. આટલી વિશાળ સંખ્યામાં વાહનોની અવાજ-જવર થવાના કારણે ઘોડાસર ચાર રસ્તા કાયમ માટે ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે છે, સાથો-સાથ આટલી સંખ્યાનાં કારણે અકસ્માત ઝોનનું સ્થાન પણ બન્યું છે.

બ્રિજની આંકડાકીય માહિતીઓ :-

આ બ્રિજ અંદાજે 70 કરોડના ખર્ચથી બનાવવામાં આવશે. 16.50 મીટર પહોળો કરાશે જેમાં મીટર બ્રિજની પહોળાઈ 7.50 મીટર રહેશે. નવી બનવા જઈ રહી દીવાલની લંબાઈ 976 મીટર રાખવામાં આવેલી છે. ફ્લાયઓવરનો એક છેડો નારોલ વિસ્તારને અને બીજો છેડો એક્સપ્રેસ-વે ને જોડશે.

 કેડીલા બ્રિજમાં થનાર સુધારાઓ:-

કેડીલા બ્રિજની સાઈડના સ્લોપના સ્ટોન પિચિંગનું ધોવાણ થયું હોવાથી હયાત બ્રિજની બન્ને બાજુ 9 મીટરની પહોળાઈના સ્લેબમાં રિટેઈનિંગ વોલ કરી બાકીની જગ્યામાં પાઈલ પિયર કરી બન્ને બાજુ એક-એક નવી લેન કરાશે.