Not Set/ ગરબા આયોજકોએ પાર્કિંગની વ્યવસ્થા મુજબ પાસ ઈશ્યુ કરવા પડશે : પોલીસની સૂચના

આ વર્ષે પાર્કિંગ મુદ્દે પોલીસનું કડક વલણ હોવાથી ગરબા આયોજકોને પાર્કિંગની વ્યવસ્થા હોય, તેટલા પાસ જ વહેંચવા માટે પોલીસે સૂચના આપી છે. પોલીસની મંજૂરી લેવા સમયે જ આયોજકોને પાર્કિંગ બાબતે સૂચના આપવામાં આવી છે. પાર્કિંગની જગ્યા નહિ હોય, અને જો ખેલૈયાઓ રોડ પર વાહન પાર્ક કરીને ગરબા રમવા જશે, તો ટ્રાફિક પોલીસ એમના વાહનો ટોઇંગ […]

Top Stories Ahmedabad Gujarat
navratri18 ગરબા આયોજકોએ પાર્કિંગની વ્યવસ્થા મુજબ પાસ ઈશ્યુ કરવા પડશે : પોલીસની સૂચના

આ વર્ષે પાર્કિંગ મુદ્દે પોલીસનું કડક વલણ હોવાથી ગરબા આયોજકોને પાર્કિંગની વ્યવસ્થા હોય, તેટલા પાસ જ વહેંચવા માટે પોલીસે સૂચના આપી છે. પોલીસની મંજૂરી લેવા સમયે જ આયોજકોને પાર્કિંગ બાબતે સૂચના આપવામાં આવી છે.

60850646 ગરબા આયોજકોએ પાર્કિંગની વ્યવસ્થા મુજબ પાસ ઈશ્યુ કરવા પડશે : પોલીસની સૂચના

પાર્કિંગની જગ્યા નહિ હોય, અને જો ખેલૈયાઓ રોડ પર વાહન પાર્ક કરીને ગરબા રમવા જશે, તો ટ્રાફિક પોલીસ એમના વાહનો ટોઇંગ કરી જશે. આ વર્ષે ક્લબ, પાર્ટીપ્લોટ અને ફાર્મ હાઉસની બહાર, રોડ પર વાહનો પાર્ક કરવા દેવામાં આવશે નહિ.

ગરબાની મંજૂરી મેળવવા આવતા આયોજકને પોલીસ દ્વારા કેટલીક સૂચનાઓ આપવામાં આવી રહી છે. જેમાં, ગરબાના સ્થળે તેમજ પાર્કિંગમાં ફરજીયાત સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે. ખેલૈયાઓ, ખાસ કરીને મહિલાઓની સુરક્ષાની તકેદારી રાખવી પડશે. મહિલા અને પુરુષ બંને સિક્યોરિટીમાં રાખવા પડશે.

garba 1 e1538813835713 ગરબા આયોજકોએ પાર્કિંગની વ્યવસ્થા મુજબ પાસ ઈશ્યુ કરવા પડશે : પોલીસની સૂચના

પોલીસ નવરાત્રી દરમ્યાન ખેલૈયાઓને કોઈ તકલીફ પડે તે રીતે કોઈ કામગીરી નહિ કરે, પણ લોકોને તકલીફ પડે તે રીતે રોડ પર આડેધડ પાર્કિંગ કરશે તો તેની સામે ચોક્કસ કાર્યવાહી કરશે.