Not Set/ ફટાકડાઓની દુકાનો પર મંતવ્ય ન્યુઝની સર્જીકલ સ્ટ્રાઈક, નિયમોના સરેઆમ ધજાગરા ઉડાડતા વેપારીઓ

અમદાવાદ, ફટાકડાનું વેચાણ  કરવાવાળા વેપારીઓ  નિયમોના સરેઆમ ધજાગરા ઉડાડતા જોવા મળી રહ્યા છે. કાયદો, વ્યવસ્થા, ફાયર સેફ્ટીના નિયમો બધુ જ નેવે મુકીને, નાગરિકોનાં જીવને જોખમમાં  મુકવા તૈયાર હોય અને તે માટે દિવાળીની જોતા હોય તેવા દ્રશ્યો મંતવ્યની ટીમને જોવા મળ્યા. જાણે વેપારીઓએ ૭૦ લાખની વસ્તી ધરાવતા મહાનગરને બાનમાં લીધું હોય તેવું લાગ્યું રહ્યું છે. તે […]

Top Stories Ahmedabad Gujarat
mantavya 494 ફટાકડાઓની દુકાનો પર મંતવ્ય ન્યુઝની સર્જીકલ સ્ટ્રાઈક, નિયમોના સરેઆમ ધજાગરા ઉડાડતા વેપારીઓ

અમદાવાદ,

ફટાકડાનું વેચાણ  કરવાવાળા વેપારીઓ  નિયમોના સરેઆમ ધજાગરા ઉડાડતા જોવા મળી રહ્યા છે. કાયદો, વ્યવસ્થા, ફાયર સેફ્ટીના નિયમો બધુ જ નેવે મુકીને, નાગરિકોનાં જીવને જોખમમાં  મુકવા તૈયાર હોય અને તે માટે દિવાળીની જોતા હોય તેવા દ્રશ્યો મંતવ્યની ટીમને જોવા મળ્યા.

જાણે વેપારીઓએ ૭૦ લાખની વસ્તી ધરાવતા મહાનગરને બાનમાં લીધું હોય તેવું લાગ્યું રહ્યું છે. તે જાણવા માટે મંતવ્ય ન્યુઝની ટીમ સેટેલાઇટ વિસ્તારમાં આવેલી અંબિકા ફાયર ક્રેકરની  હોલસેલમાં વેચાણ કરતી દુકાનમાં પહોંચી.

આ દુકાનમાં કરાયેલા અમારા વિશ્લેષણ બાદ જાણવા મળ્યું કે, અહી ઘણા નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું છે. માત્ર ઉપર છલ્લું નહિ પણ અમે વધુ જીણવટભરી તપાસ માટે   શૉધખોળ ચાલુ રાખી. સૌથી પહેલા અમે એ જાણવાનો પ્રયાસ કર્યો કે, આ જગ્યા પર આકસ્મિક  રીતે જો આગ લાગે તો, કેવી ભયંકર દુર્ઘટના સર્જાય ? અને  સ્થિતિને કેવી રીતે કાબુમાં મેળવી શકાય? અને સ્થિતિ કેટલા કલાક  બાદ કાબુમાં આવી શકે?.

mantavya 489 ફટાકડાઓની દુકાનો પર મંતવ્ય ન્યુઝની સર્જીકલ સ્ટ્રાઈક, નિયમોના સરેઆમ ધજાગરા ઉડાડતા વેપારીઓ

અહી અમે જોયું કે અહી જંગી માત્રામાં ફટાકડા અને દારૂગોળો હતો અને હોલસેલની દુકાન હોવાથી હજારો કિલો દારૂખાનાનો ભંડાર જોવા મળ્યો. ત્યાં આગને કાબુ કરવા માટે  ગેસ  સિલિન્ડરો તો રાખવામાં આવ્યા હતા પણ માત્ર નામ પૂરતા. કઈક રક્ષણ માટે નહિ પરંતુ પોલીસના દંડથી બચવા ટુવ્હીલર ચાલકો હેલ્મેટ પહેરતા હોય તેવું.

mantavya 490 ફટાકડાઓની દુકાનો પર મંતવ્ય ન્યુઝની સર્જીકલ સ્ટ્રાઈક, નિયમોના સરેઆમ ધજાગરા ઉડાડતા વેપારીઓ

આ સીઝફાયર સીલીન્ડરો પણ એવી જગ્યાએ હતા કે, જો આગ લાગે તો  વ્યક્તિને  સીલીન્ડર સુધી પહોચવું એ અભિમન્યુઅ કોઠા પર પાડવા જેવું લાગે અને જો આગ લાગે તો અનેક આહુતિઓ હોમાઈ જાય . એટલું જ  જ નહિ, આગને કાબુમાં લેવા માટે રેતી ભરેલી ડોલ પણ હોવી જોઈએ  કે જે અમને સમ ખાવા પુરતી પણ જોવાઈ નહિ.

mantavya 491 ફટાકડાઓની દુકાનો પર મંતવ્ય ન્યુઝની સર્જીકલ સ્ટ્રાઈક, નિયમોના સરેઆમ ધજાગરા ઉડાડતા વેપારીઓ

જરુર પડે તો પાણીનો  છાંટકાવ કરવા માટેની  પાઇપો  પણ પુરતી માત્રામાં હોવી જોઈએ પણ તે  સીમિત માત્રામાં  જોવા મળી. પાણીનો પુરતી માત્રામાં જથ્થો હોવો પણ જરૂરી છે તે પણ અમને  જોવા મળ્યો નહિ. અમે આ મામલે આ શોપ ઓનરના માલિક સાથે વાતચીત કરી, તો તેમના દ્વારા જવાબ મળ્યો કે, દુકાનમાં એક જ ખૂણે પાણી ભરેલું છે. જ્યા આગ લાગે ત્યારે ત્યાં જઈને પાણીનો મારો કરવો મુશ્કેલ છે.

આ દુકાનમાં અમે  કેટલાક એવા ફટાકડા પણ જોયા કે જેનું વેચાણ કરવું ગેરકાનૂની છે. પણ અહી નિયમો વિરુદ્ધ ખુલ્લેઆમ વેચાણ થતું જોવામાં આવ્યું. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન અનુસાર  દુકાનોમાં જે ફટાકડા ન હોવા જોઈએ, તેવા ફટાકડા આ દુકાનમાં ખુલ્લેઆમ સજાવટમાં મૂકીને રાખેલા જોવા મળ્યા.

mantavya 492 ફટાકડાઓની દુકાનો પર મંતવ્ય ન્યુઝની સર્જીકલ સ્ટ્રાઈક, નિયમોના સરેઆમ ધજાગરા ઉડાડતા વેપારીઓ

નિયમ અનુસાર હોલસેલર પાસે ફટાકડા વેચવા માટે peso ની  વડોદરા ખાતે આવેલ ઓફિસ થી લેખિત અનુમતિ લેવી પડે છે. પરંતુ આ જગ્યા પર આ નિયમનું પાલન જ થતું  નથી. એટલું જ  નહિ આ દુકાનમાં ક્યાંય પણ લાયસન્સની કોપી ન તો જોવા મળી કે ન તો પોલીસ અને મ્યુન્સિપલ  કોર્પોરેશનનું  પરવાનગી પત્ર જોવા મળ્યું.

mantavya 493 ફટાકડાઓની દુકાનો પર મંતવ્ય ન્યુઝની સર્જીકલ સ્ટ્રાઈક, નિયમોના સરેઆમ ધજાગરા ઉડાડતા વેપારીઓ

આ તમામ બાબતોનું નિરીક્ષણ કર્યા બાદ એટલું તો ચોક્કસ કહી શકાય  કે, આ સ્થળે ફાયર સેફટીની તપાસ થઇ જ નહિ હોય.  એટલે કે  સીધી વાત છે કે ફટાકડા વેચાણ માટે આવશ્યક  તમામ  અગત્યના નિયમોમાંથી કદાચ જ કોઈ નિયમનું પાલન થતું હશે, કોઈ પણ વસ્તુ વેચવા માટે  તેના પર MRP. લખવી આવશ્યક  હોય છે . પરંતુ અહીંયા  MRP  તો છે  પરંતુ  તે પ્રમાણે  વેચાણ થતું નથી .  નવા કાયદા  પ્રમાણે  GST   નંબર  દુકાનોમાં દર્શાવવો  જરૂરી  હોય છે . પરંતુ અહીંયા તેવું કઈ  જોવા મળ્યું નથી.  એટલે એક  બાબત સ્પષ્ઠ છે  કે  આ દુકાન માં ના તો  MRP ની કોઈ દરકાર છે  કે ન તો  GST  ની કદર  થઇ રહી છે .