Not Set/ અમદાવાદ : અંતરિક્ષ ભવન ઈસરો ખાતે લાગી વિકરાળ આગ, ફાયર વિભાગ દ્વારા જાહેર કરાયો બ્રિગેડ કોલ

અમદાવાદ,` અમદાવાદ શહેર સ્તિથ અંતરિક્ષ ભવન ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ખાતે વિકરાળ આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે. આ વિકરાળ આગના કારણે ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે. આ વિકરાળ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે. જો કે ત્યારબાદ બે કલાકથી વધુ સમયની ભારે જહેમત બાદ આગને […]

Top Stories Ahmedabad Gujarat
dfdgg અમદાવાદ : અંતરિક્ષ ભવન ઈસરો ખાતે લાગી વિકરાળ આગ, ફાયર વિભાગ દ્વારા જાહેર કરાયો બ્રિગેડ કોલ

અમદાવાદ,`

અમદાવાદ શહેર સ્તિથ અંતરિક્ષ ભવન ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ખાતે વિકરાળ આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે. આ વિકરાળ આગના કારણે ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે.

dddddggds અમદાવાદ : અંતરિક્ષ ભવન ઈસરો ખાતે લાગી વિકરાળ આગ, ફાયર વિભાગ દ્વારા જાહેર કરાયો બ્રિગેડ કોલ

આ વિકરાળ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે. જો કે ત્યારબાદ બે કલાકથી વધુ સમયની ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી છે.

જયારે આ ઘટનામાં CISFનો એક જવાન પણ ઘાયલ થવાની માહિતી સામે આવી છે. તેમજ આ આગથી ભારે નુકશાન થવાની ભીતિ પણ જોવા મળી રહી છે.

આ આગની ઘટના ઈસરોની ૩૨ નંબરના બ્લોકમાં આવેલા રિસર્ચ ડીપાર્ટમેન્ટમાં એન્ટેના ટેસ્ટિંગ લેબમાં ગુરુવાર બપોરે લાગી હતી અને ટુંક જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

આ આગને બુઝાવવા માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ફાયર વિભાગની ૨૦થી વધુ બ્રિગેડની ગાડીઓ તેમજ ૬૦થી વધુ ફાયરના જવાનો પણ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૧૦થી વધુ એમ્બુલન્સ ગાડીઓ પણ તૈનાત કરવામાં આવી છે.

આ વિકરાળ આગને જોતા કલેકટર, ચીફ ફાયર ઓફિસર પણ ઘટનાસ્થળે પહોચ્યા છે.

તમને જણાવી દઈએ કે, ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ ત્યારે લાગુ કરવામાં આવે છે જયારે કોઈ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતી આગને બુઝાવવા માટે ફાયર ફાયટરની ૨૫થી વધુ ગાડીઓ તૈનાત કરવામાં આવતી હોય છે.