Not Set/ મહિલાઓ બાદ હવે ખુદ પોલીસ પણ નથી સલામત,ક્રાઇમબ્રાન્ચના બે કોન્સ્ટેબલને છરી મરાઈ

અમદાવાદ શહેરમાં હવે પોલીસ પણ સુરક્ષિત નથી, ગુનેગારો સામાન્ય લોકો પર હુમલો કરે તે તમે સાંભળ્યું હશે, પરંતુ હવે તો પોલીસ પર પણ હુમલા થઇ રહ્યાં છે, મોડી રાત્રે શહેરના સરસપુર પોટલીયા ચાર રસ્તા પાસે એક શખ્સે ક્રાઇમ બ્રાન્ચના બે કોન્સ્ટેબલ પર છરી વડે હુમલો કરી દીધો હતો. કોન્સ્ટેબલ જયેન્દ્રભાઇ અને જલાભાઇ જ્યારે અહી ઉભા […]

Ahmedabad Gujarat
Untitled 153 મહિલાઓ બાદ હવે ખુદ પોલીસ પણ નથી સલામત,ક્રાઇમબ્રાન્ચના બે કોન્સ્ટેબલને છરી મરાઈ

અમદાવાદ શહેરમાં હવે પોલીસ પણ સુરક્ષિત નથી, ગુનેગારો સામાન્ય લોકો પર હુમલો કરે તે તમે સાંભળ્યું હશે, પરંતુ હવે તો પોલીસ પર પણ હુમલા થઇ રહ્યાં છે, મોડી રાત્રે શહેરના સરસપુર પોટલીયા ચાર રસ્તા પાસે એક શખ્સે ક્રાઇમ બ્રાન્ચના બે કોન્સ્ટેબલ પર છરી વડે હુમલો કરી દીધો હતો.

કોન્સ્ટેબલ જયેન્દ્રભાઇ અને જલાભાઇ જ્યારે અહી ઉભા હતા ત્યારે એક શખ્સ અચાનક અહી આવી પહોંચ્યો હતો, છરીના ઘા મારીને બંનેને ઘાયલ કરીને ફરાર થઇ ગયો હતો. ઘાયલ કોન્સ્ટેબલોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા

ઘાયલ થયેલા ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલોને બાપુનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે, હુમલાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી, ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ દ્વારા આરોપીની શોધખોળ થઇ રહી છે, ત્યારે શહેરમાં પોલીસ જ હવે સુરક્ષિત નથી તો આરોપીઓની ગુંડાગીરી સામે સામાન્ય નાગરિકો કેવા લાચાર હશે તે તમે સમજી શકો છો.

આ ગુનો શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારના હદમાં થયો હોવાથી શહેર કોટડા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવીના આધારે તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓની માહિતી મેળવી તપાસ હાથ ધરી છે. બીજી તરફ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બંને કોન્સ્ટેબલની હાલત સામાન્ય હોવાનું પોલીસે જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.