Not Set/ અમરેલી:સિંહોના ટોળાનો વીડિયો થયો વાયરલ

અમરેલી, સિંહોના ટોળા ના હોય એક કહેવાતને ખોટી ઠેરવતો એક દુર્લભ વીડિયો વાયરલ થયો છે સોશિયલ મીડિયા પર 22 સિંહોના ટોળાનો અદભૂત વીડિયો વાયરલ થયો છે.ઉનાળાની ગરમીમાં લટાર મારવા નીકળેલું સિંહોનું ટોળુ કેમેરામાં કેદ થયું છે.આમ તો સિંહોના ટોળાના અનેક વીડિયો સામે આવ્યા છે. પરંતુ એક સાથે 22 સિંહો લટાર મારવા નીકળ્યા હોય તે નઝારો […]

Gujarat Others Videos
yrh 8 અમરેલી:સિંહોના ટોળાનો વીડિયો થયો વાયરલ

અમરેલી,

સિંહોના ટોળા ના હોય એક કહેવાતને ખોટી ઠેરવતો એક દુર્લભ વીડિયો વાયરલ થયો છે સોશિયલ મીડિયા પર 22 સિંહોના ટોળાનો અદભૂત વીડિયો વાયરલ થયો છે.ઉનાળાની ગરમીમાં લટાર મારવા નીકળેલું સિંહોનું ટોળુ કેમેરામાં કેદ થયું છે.આમ તો સિંહોના ટોળાના અનેક વીડિયો સામે આવ્યા છે. પરંતુ એક સાથે 22 સિંહો લટાર મારવા નીકળ્યા હોય તે નઝારો અત્યંત દુર્લભ માનવામાં આવે છે.એક વાહન ચાલકે આ ટોળાને કેમેરામાં કંડાર્યો હતો. ટોળામાં સિંહ,સિંહણ અને સિંહ બાળનો સમાવેશ થાય છે. વાયરલ થયેલો આ વીડિયો ગીર વિસ્તારનો હોવાનું કહેવાય છે.જો કે તેને લઈને કોઈ સત્તાવાર પુષ્ટી થઈ નથી.