Not Set/ કચ્છમાં મળી પાકિસ્તાની બોટ, BSF નું સર્ચ ઓપરેશન જારી

ભારતમાં પાકિસ્તાન કોઇને કોઇ રીતે ઘૂષણખોરી માટેનું પ્રયાસો કરતું હોય છે ત્યારે આ જ દિશામાં વધુ બનાવ સામે આવ્યો છે. ગુજરાતની કચ્છ સીમા પર એક પાકિસ્તાની બોટ મળી છે. ત્યારબાદ બીએસએફ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કચ્છની આસપાસના વિસ્તારમાં લાવારિસ હાલતમાં બોટ મળી છે. જણાવી દઇએ કે ભારતની ગુપ્તચર એજન્સીઓએ કેટલાક સમય પહેલા […]

Gujarat Others
કચ્છમાં મળી પાકિસ્તાની બોટ, BSF નું સર્ચ ઓપરેશન જારી

ભારતમાં પાકિસ્તાન કોઇને કોઇ રીતે ઘૂષણખોરી માટેનું પ્રયાસો કરતું હોય છે ત્યારે આ જ દિશામાં વધુ બનાવ સામે આવ્યો છે. ગુજરાતની કચ્છ સીમા પર એક પાકિસ્તાની બોટ મળી છે. ત્યારબાદ બીએસએફ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કચ્છની આસપાસના વિસ્તારમાં લાવારિસ હાલતમાં બોટ મળી છે.

જણાવી દઇએ કે ભારતની ગુપ્તચર એજન્સીઓએ કેટલાક સમય પહેલા આતંકીઓ જળસીમા પાર કરીને ભારતમાં ઘૂષણખોરી કરશે તેવું એલર્ટ જાહેર કરાયું હતું. સમુદ્રની સીમાની સુરક્ષા અને સલામતી માટે બીએસએફ અને ભારતીય નૌ સેના સતત તૈનાત છે ત્યારે પાકિસ્તાની બોટ મળવાથી હડકંપ મચ્યો છે.

બીએસએફ હાલમાં તો આ બોટ દ્વારા કોઇ વ્યક્તિએ ઘૂષણખોરી કરી છે કે કેમ તે અંગે તપાસ કરી રહી છે.

બીજી તરફ જમ્મુ કશ્મીરના પુંછ જિલ્લામાં પાકિસ્તાન દ્વારા વધુ એક વખત શસ્ત્રવિરામનો ભંગ કરવામાં આવ્યો છે. પાકિસ્તાની સુરક્ષા દળોએ શુક્રવારે બપોરે વગર કોઇ કારણોસર ગોળીબાર કર્યો હતો. ગોળીબારની જવાબી કાર્યવાહીમાં ભારતીય સુરક્ષાદળોએ પણ ગોળીબાર કર્યો હતો.