Not Set/ શિક્ષકે એવી હરકત કરી કે, આખી શાળામાં મચી ગઈ ચકચાર

આણંદ જીલ્લાના કઠાણ ગામની શ્રી મહાસાગર વિદ્યાલય કે જેનો પાયો રવિશંકર મહારાજે મુક્યો હતો. તેવી આ શાળામાં અત્યંત શરમજનક ઘટના બની હતી. શ્રી મહાસાગરમાં વિદ્યાલયમાં છેલ્લા ૧૫ વર્ષથી વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવતા પીયુંશ કુમાર પટેલે ધોરણ ૧૨માં ભણતી વિધાર્થીની સાથે અડપલા કર્યા હતા. શ્રી મહાસાગરમાં વિદ્યાલયમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા નીતિનભાઈ સોલંકીએ આ કિસ્સા […]

Top Stories
aand શિક્ષકે એવી હરકત કરી કે, આખી શાળામાં મચી ગઈ ચકચાર

આણંદ જીલ્લાના કઠાણ ગામની શ્રી મહાસાગર વિદ્યાલય કે જેનો પાયો રવિશંકર મહારાજે મુક્યો હતો. તેવી આ શાળામાં અત્યંત શરમજનક ઘટના બની હતી. શ્રી મહાસાગરમાં વિદ્યાલયમાં છેલ્લા ૧૫ વર્ષથી વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવતા પીયુંશ કુમાર પટેલે ધોરણ ૧૨માં ભણતી વિધાર્થીની સાથે અડપલા કર્યા હતા.

શ્રી મહાસાગરમાં વિદ્યાલયમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા નીતિનભાઈ સોલંકીએ આ કિસ્સા બાબતે જણાવ્યું હતું કે, શાળાનો સમય ૭:૩૦ વાગ્યાનો છે. પીયુશભાઇ એક કલાક પહેલા શાળામાં આવી ગયા હતા અને તે વિદ્યાર્થીનીને લઈને શાળાની નવી બિલ્ડીંગ બની રહી છે ત્યાં લઇ ગયા હતા. ત્યાં તેમના અડપલા શાળાના એક કર્મચારી જોઈ ગયા હતા. અને તેણે સંચાલકને જાણ કરી હતી. સગીરા વિધાર્થીની સાથે આ પ્રકારનું કૃત્ય શિક્ષક દ્વારા કરતું હોઈ આખી શાળામાં ચકચાર મચી ગયો હતો.

શ્રી મહાસાગરમાં વિદ્યાલયના પ્રમુખ પ્રતાપસિંહે જણાવ્યું હતું કે, આ શાળા સૌથી જૂની શાળા છે. અહિયાં દૂર દૂરથી વિદ્યાર્થી ભણવા માટે આવે છે. આવો કિસ્સો અત્યાર સુંધી ક્યારેય બન્યો નથી. અમે શિક્ષક સાથે માફીપત્ર લખાવ્યો છે અને આગળના પગલા માટેની કામગીરી ચાલુ છે.

aanad શિક્ષકે એવી હરકત કરી કે, આખી શાળામાં મચી ગઈ ચકચાર

જોકે સગીરાના પરિવારે સગીરાના ભવિષ્યને જોઈ કોઈ પોલીસ ફરીયાદ નથી કરાઈ પરંતુ આ ઘટનાના શિક્ષણ સંકુલમાં ગહેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગામ લોકોએ આવા ખરાબ કૃત્ય આચરનાર શિક્ષકને સસ્પેન્ડ સાથે તેને સજા કરવાની માંગ કરી છે