Not Set/ રાજકોટમાંથી ઝડપાયો વધુ એક બોગસ ડોક્ટર

રાજકોટ, રાજકોટમાંથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયા છે. આ ડોક્ટર બોલીવુડની ફિલ્મના મુન્નાભાઈની જેમ જ ખુલ્લેઆમ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હતા. જો કે ત્યારબાદ પોલીસ દ્વારા શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી રફીકભાઈ અઝીઝભાઈ લિંગડીયાની ધરપકડ કરી લીધી છે, તેમજ તેની પાસેથી ઇન્જેક્શન, સીરપ, ગ્લુકોઝના બાટલા, અને જુદી – જુદી દવાઓ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ […]

Top Stories Rajkot Gujarat Trending
THUMBNAIL Fotolia 56636095 Subscription Monthly M રાજકોટમાંથી ઝડપાયો વધુ એક બોગસ ડોક્ટર

રાજકોટ,

રાજકોટમાંથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયા છે. આ ડોક્ટર બોલીવુડની ફિલ્મના મુન્નાભાઈની જેમ જ ખુલ્લેઆમ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હતા.

જો કે ત્યારબાદ પોલીસ દ્વારા શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી રફીકભાઈ અઝીઝભાઈ લિંગડીયાની ધરપકડ કરી લીધી છે, તેમજ તેની પાસેથી ઇન્જેક્શન, સીરપ, ગ્લુકોઝના બાટલા, અને જુદી – જુદી દવાઓ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં PI વી.કે. ગઢવીએ જણાવ્યું હતું કે, આ શખ્સ હોમિયોપેથીક ડિગ્રીના આધારે એલોપેથીક દવાઓ આપી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હોવાનું જાણવા મળ્યું છે. આ હોમિયોપેથીક ડિગ્રી પણ નકલી હોવાનું અને ડિગ્રી તેણે અમદાવાદ થી રૂપિયા ૩૦ હજારમાં ખરીદી હોવાનું સામે આવ્યું છે.