Not Set/ સુરેન્દ્રનગર/ વરસાદે દિવાળી બગાડી, રણમાં ફસાયેલા 1100 પ્રવાસીઓને રેસ્ક્યુ કરાયા

દિવાળીના તહેવારોમાં જ મેઘરાજાએ વરસાવેલી અતિકૃપાને કારણે રાજ્યમાં અનેક જિલ્લાઓ પાણી પાણી થઈ ગયા હતા.દિવાળીના દિવસોમાં પડેલા વરસાદને કારણે વેકેશન માણવા નીકળેલા પ્રવાસીઓની હાલત પણ ખરાબ થઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા રણમાં આવેલા પવિત્ર ધાર્મિક સ્થાનમાં દર્શન કરવા માટે દિવાળીના દિવસોમાં મોડી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતાં પરંતુ અચાનક જ ધોધમાર વરસાદ પડવાનો શરૂ થતાં […]

Gujarat Others

દિવાળીના તહેવારોમાં જ મેઘરાજાએ વરસાવેલી અતિકૃપાને કારણે રાજ્યમાં અનેક જિલ્લાઓ પાણી પાણી થઈ ગયા હતા.દિવાળીના દિવસોમાં પડેલા વરસાદને કારણે વેકેશન માણવા નીકળેલા પ્રવાસીઓની હાલત પણ ખરાબ થઈ હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા રણમાં આવેલા પવિત્ર ધાર્મિક સ્થાનમાં દર્શન કરવા માટે દિવાળીના દિવસોમાં મોડી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતાં પરંતુ અચાનક જ ધોધમાર વરસાદ પડવાનો શરૂ થતાં 1100થી વધુ પ્રવાસીઓ રણમાં ફસાઈ ગયા હતાં

આ અંગેની જાણ થતાં બચાવ ટુકડીઓને મોકલવામાં આવી હતી અને તમામ દર્શનાર્થીઓને ભારે જહેમત બાદ સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતાં.

સુરેન્દ્રનગરના રણમાં ઝીંઝુવાડા પાસે ધાર્મિક સ્થાનમાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતાં અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી આ દરમિયાનમાં સાંજના સમયે ધોધમાર વરસાદ પડવાનો શરૂ થતાં રણમાં ચારેબાજુ પાણી ભરાઈ ગયા હતાં

જેના પરિણામે 220 જેટલા વાહનો સાથે 1100 જેટલા પ્રવાસીઓ ફસાયા હતાં આ અંગેની જાણ થતાં રાજય સરકારે તાત્કાલિક સુરેન્દ્રનગર તથા આસપાસના પ્રશાસન તંત્રોને એલર્ટ કર્યા હતા અને તાત્કાલિક બચાવ ટુકડીઓને મોકલવામાં આવી હતી ભારે જહેમત બાદ એક પછી એક વાહનોને બહાર કાઢવામાં આવ્યા હતાં અને તમામ પ્રવાસીઓને સહી સલામત બહાર કઢાતા સરકારી તંત્ર એ હાશકારો અનુભવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.