Not Set/ રાજ્યમાં ઘણી જગ્યાએ ATM બંધ, ઉત્તરગુજરાતમાં સૌથી વધુ ATM બંધ

ગુજરાત, રાજ્યભરના ATMમાં નાંણાની અછત સર્જાઇ છે. અમદાવાદ, અરવલ્લી, સાબરકાંઠા, જેવા અનેક સ્થળોએ ATM બંધ છે. ત્યારે ATMમાં નાંણા ન હોવાથી જરૂરિયાતમંદ લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે મહેસાણા,સહિત ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે નાંણાની અછત સર્જાઇ છે. અરવલ્લી નોટ બંધીબાદ ફરી એકવાર નોટ બંધીની અસર જોવા મળી છે. ત્યારે અરવલ્લીમાં શહેરી વિસ્તાર હોય કે પછી […]

Gujarat
atm ahd 1 રાજ્યમાં ઘણી જગ્યાએ ATM બંધ, ઉત્તરગુજરાતમાં સૌથી વધુ ATM બંધ

ગુજરાત,

રાજ્યભરના ATMમાં નાંણાની અછત સર્જાઇ છે. અમદાવાદ, અરવલ્લી, સાબરકાંઠા, જેવા અનેક સ્થળોએ ATM બંધ છે. ત્યારે ATMમાં નાંણા ન હોવાથી જરૂરિયાતમંદ લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે મહેસાણા,સહિત ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે નાંણાની અછત સર્જાઇ છે.

અરવલ્લી

atm રાજ્યમાં ઘણી જગ્યાએ ATM બંધ, ઉત્તરગુજરાતમાં સૌથી વધુ ATM બંધ

નોટ બંધીબાદ ફરી એકવાર નોટ બંધીની અસર જોવા મળી છે. ત્યારે અરવલ્લીમાં શહેરી વિસ્તાર હોય કે પછી ગ્રામ્ય વિસ્તાર, મોટા ભાગના એટીએમ બંધ હાલતમા જોવા મળી રહ્યા છે. જેને લઇને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ લગ્નની સીજન ચાલતી હોવાથી લોકો  થોડી થોડી વખતમાં કાળ જાળ ગરમીમા પૈસા માટે એટીએમના ધંકા ખાતા નજરે પળે છે.

અમદાવાદ,

atm ahd રાજ્યમાં ઘણી જગ્યાએ ATM બંધ, ઉત્તરગુજરાતમાં સૌથી વધુ ATM બંધ

અમદાવાદના ATMમાં નાંણા ન હોવાથી જરૂરિયાતમંદ લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ત્યારે અમદાવાદ, મહેસાણા, સહિત ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે નાંણાની અછત સર્જાઇ છે. ATMમાં નાણાંની અછત હોવાથી ખાતેદારો પરેશાન થઇ ગયા છે અને અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ATM બંધ છે. ત્યારે અવારનવાર ATMમાં નાણાંની અછત હોવાથી હવે ATMએ ઓલ ટાઇમ ટ્રબલ મશીન એમ કહીએ કોઇ ખોટું નથી.

અમદાવાદમાં ઘણાં સ્થળોએ તો એટીએમ ફક્ત શોભાના ગાંઠિયા જેમ દેખાઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં એટીએમ બંધ હોવાથી ખાતેદારો મુશ્કેલીમાં ફસાયા છે. ત્યારે જલ્દીથી જલ્દી આ એટીએમમાં નાંણાની વ્યવસ્થા થાય તેવી સ્થાનિકોની માંગ છે.